ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં કોરોના વોરીયર્સ તરસી રહ્યા છે સરકારી સહાય માટે

સુરતમાં 25 જેટલા સફાઈ કામદારોના કોરોનાના કારણે અવસાન થયું હતું 25માંથી માત્ર 4 જ કર્મચારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે, પણ બાકીના 21 જેટલા કર્મચારીઓને કોઈ સહાય મળી નથી. જેથી સફાઈ કામદારના વિવિધ 9 યુનિયનોએ ભેગા મળીને આ મામલે સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

surat
સુરતમાં કોરોના વોરીયર્સ તરસી રહ્યા છે સરકારી સહાય માટે

By

Published : May 7, 2021, 11:14 AM IST

  • સુરતમાં 25 સફાઈ કામદારોએ કોરોનાને કારણે ગુમાવ્યો જીવ
  • 25માંથી ફક્ત 4 કામદારોના પરીવારને મળી સહાય
  • સહાય અંગે સફાઈ કામદાર યુનિયને આપ્યું આવેદનપત્ર

સુરત: જિલ્લામાં કોરોનાનો કહેર શરુ થતા જ મનપા કર્મચારીઓ દિવસ રાત કામગીરીમાં જોતરાયા છે. આ દરમિયાન 25 જેટલા સફાઈ કામદારોનું કોરોનાના કારણે નિધન થયું છે. કોવિડ કામગીરીમાં જોતરાયેલા મહાનગરપાલિકાના કર્મચારીઓ કોરોનામાં મૃત્યુ પામે તો કેન્દ્ર સરકારેઆ કોરોના વોરિયર્સને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 25 લાખના વિમાની જાહેરાત કરી હતી.

સુરતમાં કોરોના વોરીયર્સ તરસી રહ્યા છે સરકારી સહાય માટે

આ પણ વાંચો : સુરતમાં ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસને લીધે સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો


સુરત કલેકટરને વિવિધ યુનિયનોએ આપ્યું આવેદન

જાહેરાત કર્યા બાદ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હોય તેવાની માહિતી આધાર પુરાવા સાથે માગી હતી પરંતુ અત્યાર સુધીમાં માત્ર ચાર જ કર્મચારીઓને આ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યું હતું. જયારે 21 જેટલા કર્મચારીઓને કોઈ સહાય મળી નથી. જેથી બાકી રહી ગયેલા 21 મૃતકોના વારસદારોને વળતર નહી મળતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. જેથી મ્યુનિ.ના વિવિધ યુનિયનોએ મ્યુનિના. પદાધિકારીઓ સાથે કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details