- સરકારી કર્મચારીઓએ દિવસ-રાત પોતાની ફરજ બજાવી
- 25 જેટલા કર્મચારીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો
- કોરોના વોરિયર્સના પરિવારને નથી મળી સહાય
- પરિવારજનો સહાય માટે સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે
સુરત:રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાને કારણે મૃત્યુ પામે તો તેમના પરિવારજનોને આર્થિક સહાય કરવાના અલગ-અલગ વાયદા કર્યા હતા. જો કે મોટી સંખ્યામાં લાભાર્થીઓ હજી પણ વંચિત છે. સુરત મહાનગરપાલિકામાં આશરે 22 હજાર જેટલા કર્મચારીઓ અને કામદાર ભાઈ-બહેનોએ કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવી છે. જેમાંથી ફેઝ 1માં 25 અને ફેઝ 2માં 19 જેટલા કર્મીઓના મૃત્યુ થયા છે. ફેઝ 1ના જેમાંથી હજી મોટેભાગના કર્મચારીઓના પરિવારજનો સહાયથી વંચિત હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.
24 કલાક કામ કરતા હતા
અમિત સંજય સોનવણેએ ETV Bharatને જણાવ્યું હતું કે, મારા પિતા 29 વર્ષથી ફાયર ઓફિસર હતા. કોરોના દર્દીઓના વિસ્તારમાં ઓફીસ, કોમ્પલેક્ષ,મલ્ટીપ્લેક્સ સેનેટાઈઝ કરવા જતાં હતાં. 8 દિવસ સિવિલમાં સારવાર મેળવ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. મારા પિતા ઘરે આવ્યા વગર ત્યાં જે મળતું તે જમીને 24 કલાક કામ કરતા હતા. ગુજરાત સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાના કારણે મૃત્યુ બાદ સહાય કરવાના વાયદા કરવામાં આવ્યા હતા. અમને આઠ મહિનાથી કોઈ સહાય મળી નથી. અનેકવાર ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઘરના વડીલ તરીકે કોઈ રહ્યું નથી ઓછા પગારે ઘર ચલાવવું અઘરું છે. અમારી સરકારને અપીલ છે કે વહેલામાં વહેલી તકે અમને સહાય મળે.
આ પણ વાંચો: મસ્કા ગ્રામ પંચાયતની સરાહનિય કામગીરીઃ મહિલાઓને તેમના ઘર સુધી પહોંચાડે છે વિધવા સહાયની રકમ
છેલ્લા 35 વર્ષથી નોકરી કરતા હતા