- સુરતમાં કોરોના વેક્સિનેશન ફેઝ-2ની શરૂઆત
- સુરત પોલીસ અને મનપા કમિશનર તેમજ કલેક્ટરે લીધી વેક્સિન
- ફન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી લેવાની કરાઈ અપીલ
સુરત : શહેરની સ્મીમેર હોસ્પિટલમાં કલેક્ટર ડૉ. ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, CP અજય તોમર, DDO હિતેશ કોયા, જોઈન્ટ CP એસ. આર. મૂલીયાના, ટ્રાફિક DCP પ્રશાંત સુમબે, ભાવના પટેલ અને DYSP ઉષા રાડા અને ACP સી. કે. પટેલ સહિત મોટી સંખ્યા પોલીસ અધિકારીઓ તેમજ મનપાના અધિકારીએ કોરોના વેક્સિન લીધી હતી. કોરોના વેક્સિન લીધા બાદ પોલીસ કમિશનર અને કલેક્ટર અને મનપા કમિશનરે મીડિયાને સંબોધન કરીને હેલ્થ વર્કર્સ અને કોરોના વોરિયસ તેમજ અન્ય લોકોને ભારત દેશની સ્વદેશી વેક્સિન લેવાની અપીલ કરી હતી.