બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલમાં યોજાઈ ડ્રાય રન
રસીકરણ કઈ રીતે થશે તેની પક્રિયા દોહરાવાય
જિલ્લામાં 5 જગ્યાઓ પર ડ્રાય રન યોજાઈ
25 લાભાર્થીઓને કોવિડ 19ની રસીકરણના ડ્રાય રનમાં ભાગ લીધો
બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલમાં યોજાઈ ડ્રાય રન
રસીકરણ કઈ રીતે થશે તેની પક્રિયા દોહરાવાય
જિલ્લામાં 5 જગ્યાઓ પર ડ્રાય રન યોજાઈ
25 લાભાર્થીઓને કોવિડ 19ની રસીકરણના ડ્રાય રનમાં ભાગ લીધો
સૌપ્રથમ લાભાર્થીઓના રિપોર્ટિંગ સાથે રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી. આરોગ્ય સેવા સાથે સંકળાયેલા 25 લાભાર્થીઓને કોવિડ 19ની રસીકરણના ડ્રાય રનમાં ભાગ લીધો હતો. મોબાઈલમાં મેસેજ આવ્યા હોય એવા 25 લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના રિપોર્ટિંગ બાદ કોવિડ એપ્લિકેશનમાં કંફર્મેશન બાદ લાભાર્થીના મોબાઈલમાં પ્રમાણિકરણ માટે OTP આવતા જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરાય હતી.
તમામ પ્રક્રિયા વાસ્તવિક રસીકરણ જેવી જ થઈ માત્ર રસી જ ડમી
સમગ્ર રસીકરણની પ્રક્રિયા અંગે માહિતી આપતા બારડોલી સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. અમૃત પટેલે જણાવ્યું હતું કે, ડ્રાય રન એટલે કે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રસીકરણની જેમ જ આજે સમગ્ર પ્રકિયા હાથ ધરાય છે. તમામ પ્રક્રિયા વાસ્તવિક રસીકરણની જેવી થશે. માત્ર રસી જ ડમી આપવામાં આવશે. હાલમાં દરેક હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈનરને પહેલા વેકસીન આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો અને ગંભીર બીમારી ધરાવતા લોકોને વેકસીન આપવામાં આવશે. સરકાર દ્વારા તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે સપ્લાય મળતાની સાથે જ વેકસીનેશનની પ્રકિયા હાથ ધરવામાં આવશે. તેમણે વેકસીનેશની ડ્રાય રન અને તેની તમામ પ્રક્રિયાની માહિતી જણાવી હતી.
આ મુજબ રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે
વેકસીનેશન પ્રક્રિયા માટે 5 વેકસીનેશન ઓફિસરની નિમણુંક કરવામાં આવશે. રસીકરણ મેળવનાર લાભાર્થીઓને મેસેજથી વેકસીનેશનની તારીખ, સમય અને સ્થળની જાણકારી આપવામાં આવશે. મોબાઈલ ફોનમાં મેસેજ આવ્યા બાદ સેન્ટર પર આવી તેમનું પ્રમાણિકરણ કરવામાં આવશે. ત્યારબાદ કોવિડ નામની વેકસીનની એપમાં તેમના નામનું કંફર્મેશન લેવામાં આવશે. કન્ફર્મેશન મળ્યા બાદ વેકસીનેટર દ્વારા લાભાર્થીને વેકસીન આપવામાં આવશે અને વેકસીન આપ્યા બાદ દરેક લાભાર્થીને 30 મિનિટ સુધી રિકવરી રૂમ કે પ્રતિક્ષા રૂમમાં રાખવામાં આવશે. જ્યાં વેકસીન લેનારને કોઈ તકલીફ નથી થઈ રહી એ કન્ફર્મ કર્યા બાદ જ લાભાર્થીને ઘરે જાવા દેવામાં આવશે.
ડ્રાય રનથી આવનારા પડકારો અને મુશ્કેલીઓ નિવારી શકાશે
રસીકરણ ડ્રાય રનના નિરીક્ષણ માટે પહોંચેલા બારડોલી પ્રાંત અધિકારી વી.એન. રબારીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક રસીકરણ વખતે આવનારા પડકારો અને મુશ્કેલીઓને નિવારી શકાય તે માટે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી બાદ તમામ પી.એચ.સી. સેન્ટરો પર પણ વેકસીનેશન માટેના ડ્રાય રનનું આયોજન થનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.