ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં કોરોના રિકવરી રેટ 76 ટકા પહોંચ્યો

નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, દવા તેમજ તમામ પ્રકારની સાધન સામગ્રી ઉપલબ્ધ હોવાનો દાવો હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. સુરતમાં દરરોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૦૦ની આસપાસ હોવા છતાં, રિકવરી રેટ 76.7 ટકા છે.

ETV BHARAT
સુરતમાં કોરોના રિકવરી રેટ 76 ટકા પહોંચ્યો

By

Published : Aug 1, 2020, 4:19 PM IST

સુરતઃ સુરતમાં કોરોના રિકવરી રેટમાં વધારો થયો છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ડીન જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન સ્થિતીના પગલે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, દવા તેમજ તમામ પ્રકારની સાધની સામગ્રી ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના સાધનોની હાલ અછત નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, દર્દીઓને હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. જેના કારણે સુરતનો રિકવરી રેટ પણ 76 ટકા જેટલો ઊંચો થયો છે. આ તમામ કામગીરીનું મોનિટરીંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણી CM ડેશ બોર્ડના માધ્યમથી કરી રહ્યા છે.

સુરતમાં કોરોના રિકવરી રેટ 76 ટકા પહોંચ્યો

1000 બેડની હોસ્પિટલના તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જ પ્રવર્તમાન સ્થિતિમાં રેમડેસીવીર, ટોસિલિઝુમેબ સહિત અન્ય ઇન્જેક્શન અને દવાની સામગ્રીઓનો પણ સંપૂર્ણ સ્ટોક છે. આ ઉપરાંત શનિવારથી 17,000 લીટરની ઓક્સિજન ટેન્ક પણ કાર્યરત થઈ જશે, તથા હોસ્પિટલમાં 160 ICU બેડ સહિત અન્ય 25 બેડ બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details