ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના દર્દી અને નર્સિંગ સ્ટાફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને રાખડી બાંધી - Corona positive patient celebrate Raksha Bandhan

આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, પરંતુ કોરોના સંક્રમિત દર્દીઓ પોતાના પરિવારથી દૂર છે. આવી પરિસ્થિતિમાં સુરતમાં એક અનોખો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સુરતના અટલ સંવેદના કોવિડ કેયર સેન્ટરમાં દર્દીઓએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને રાખડી બાંધી અને તેમના માટે પોસ્ટર પર સંદેશાઓ લખ્યા હતા.

કોરોનાના દર્દી અને નર્સિંગ સ્ટાફે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને રાખડી બાંધી
કોરોનાના દર્દી અને નર્સિંગ સ્ટાફે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને રાખડી બાંધી

By

Published : Aug 3, 2020, 3:10 PM IST

સુરતઃ શહેરના અલ્થાન વિસ્તારમાં આવેલા અટલ સંવેદના કોવિડ કેયર સેન્ટરમાં અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કોવિડ સેન્ટરને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. કોવિડ કેયર સેન્ટરમાં કાર્યરત નર્સોએ અને દર્દીઓએ તૈયાર કરવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને રાખડી બાંધી હતી.

કોરોનાના દર્દી અને નર્સિંગ સ્ટાફે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને રાખડી બાંધી

એટલું જ નહીં નર્સો દ્વારા અને દર્દીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર અભિવાદન લખવામાં આવ્યું હતું અને ખાસ સંદેશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે ઈશ્વરને કામના કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details