સુરત :સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો (Corona Cases in Surat) થતો જોવા મળી રહ્યો છે, આ ઉપરાંત વધુ એક ઓમિક્રોન કેસ નોંધાતા સુરતમાં હવે 3 કેસ થઈ ચુક્યા (Surat Corona Update) છે. ઓમિક્રોનના (New variant Omicron) કેસો સાથે ડેલ્ટા વેરિયન્ટના કેસો પણ વધતા ચિંતા જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં ફેફસાના નિષ્ણાંત ડોક્ટર સમીર ગામીના જણાવ્યાં અનુસાર જાન્યુઆરીના ત્રીજા કે ચોથા અઠવાડિયા દરમિયાન કોરોના પીક હોઈ શકે છે, તે સમયે બુસ્ટર ડોઝ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત (Booster Dose Blessings) થઈ શકશે.
જાન્યુઆરીમાં સુરતમાં કોરોના પીક
ફેફસાના નિષ્ણાંત ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું હતું કે ,કેસો જે રીતે વધી રહ્યા છે, તે પ્રમાણે 3થી 4 સપ્તાહ બાદ સુરતમાં પીક આવી શકે છે, એટલે જાન્યુઆરીના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં પીક આવવાની શક્યતાઓ છે. કેસીસ વધતા 2 ડિજીટથી 3 ડિજિટ થઈ શકે છે, સૌથી અગત્યનું છે કે, આ વધેલા કેસીસમાં હોસ્પિટલાઈઝ કરવા પડે તે કેટલા કેસ છે? , કયા દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર છે? અને કયા દર્દીઓને ICU ની જરૂર પડે છે? , એ નક્કી કરશે કે હેલ્થ કેર સિસ્ટમ પર કેટલો ભારે પડશે, ઓમિક્રોન માટે એક થિયરી એવી છે કે, સામાન્ય શરદી ખાસી જેવા કેસીસ વધે છે, હોસ્પિટલાઈઝ કેસ નથી વધતા પણ જો આ થાય અને 1 ટકા પણ કેસ બગડે તો ઘણા હોસ્પિટલ હોસ્પિટલાઈઝ થઈ શકે તે સંભાવના છે.
સુરતમાં ઓમિક્રોન વધવાની શક્યતાઓ રહેલી છે