સુરત: શહેરમાં હાલ જે રીતે કોરોનાના કેસો (Corona Cases In Surat) કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે એ જોતા આવનારા 15 દિવસ શહેર માટે અત્યંત જોખમી હોવાનું મ્યુનિસિપલ કમિશ્નરે (surat municipal commissioner) જણાવ્યું છે. શહેરમાં છેલ્લા 7 જ દિવસમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. આવનારા દિવસોમાં એક જ દિવસમાં 7થી 8 હજાર જેટલા કેસ (Corona In Surat) નોંધાય તેવી પ્રબળ શક્યતા તંત્ર દ્વારા સેવાઇ રહી છે, જેથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે
સુરત મ્યુનિસિપલ કમિશ્નરે સ્પષ્ટ કરી દીધું છે કે, આવનારા 15 દિવસ સુરત માટે ખૂબ જ મહત્વના છે. જો કે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ક્રમશઃ વધી રહી છે, પરંતુ મૃત્યુ આંક નહિવત છે. સુરતમાં પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી વધુ ગંભીર ના હોય તેવા દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે. કરોનાની બીજી લહેર (Corona Second Wave In Surat) શાંત પડ્યા બાદ આફ્રિકા અને અમેરિકામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron In India)ની સમગ્ર દેશમાં દહેશત ફેલાઇ છે. દોઢ વર્ષ બાદ કોરોનાનું પ્રમાણ વધતા સુરત (Omicron In Surat) સહિત સમગ્ર દેશમાં પ્રતિદિવસ કેસની સંખ્યામાં સતત વધારો થતાં આરોગ્યતંત્રની ચિંતામાં વધારો થયો છે.