- જોગર્સ પાર્ક પાસે આવેલા એપાર્ટમેન્ટમાં 6 સભ્યો કોરોના પોઝિટિવ
- કુટુંબની એક વ્યક્તિ દિલ્હીથી પરત આવી ત્યારબાદ કોરોનાના લક્ષણ દેખાયા
- બીજી વેવ બાદ આશરે 5 મહિના પછી 2 વર્ષના બાળકને સંક્રમણ થયું
સુરત: શહેરના જોગર્સ પાર્ક (joggers park surat) પાસે આવેલા એપાર્ટમેન્ટમાં એક જ કુટુંબના 6 સભ્યો કોરોના પોઝિટિવ (corona positive cases in surat) આવ્યા છે. આ કુટુંબની એક વ્યક્તિ દિલ્હીથી પરત આવી ત્યારબાદ કોરોનાના લક્ષણ દેખાયા હતા. પોઝિટિવ વ્યક્તિમાં 2 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. બીજી વેવ બાદ આશરે 5 મહિના પછી 2 વર્ષના બાળકને સંક્રમણ થયું છે.
એપાર્ટમેન્ટને કંટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું
પનાસ જોગર્સ પાર્ક પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં એક આખું કુટુંબ કોરોના સંક્રમણનો ભોગ (Corona In Surat) બન્યું છે. આ કુટુંબના દાદા-દાદી ગતરોજ પોઝિટિવ આવ્યા હતા. પાલિકાએ કુટુંબના અન્ય તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરતા પતિ-પત્ની, 2 વર્ષનું બાળક અને ઘરની કામવાળી પોઝિટિવ આવી હતી. પાલિકાએ તકેદારીના ભાગરૂપે એપાર્ટમેન્ટને કંટેન્મેન્ટ ઝોન (containment zone in surat) જાહેર કર્યું છે.
2 વડીલને સંક્રમણની અસર વર્તાઈ