સુરત: સુરત શહેરમાં સિટી બસો (City Buses In Surat) 50 ટકા ક્ષમતા સાથે ચાલવામાં આવશે. શહેરમાં વધતા જતા કોરોના કેસ (Corona Cases In Surat)ને લઈને થોડા દિવસ અગાઉ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ જાહેરાત માત્ર કાગળ ઉપર હોય એમ લાગી રહ્યું છે. શહેરના સિટી બસમાં 100 ટકા મુસાફરો જોવા મળી રહ્યા છે.કોરોનાની ભયકંર સ્થિતિ(Corona Guidelines In Surat) છતાં તંત્રના પેટનું પાણી હલી રહ્યું હોય તેવું લાગતું નથી.
સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી
સુરત શહેરમાં એક બાજું દિવસે દિવસે કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેને લઈને થોડા દિવસ અગાઉ 5 જાન્યુઆરીએ શહેરમાં કોરોના કેસ 500ને પાર કરતા સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, શહેરમાં ચાલતી BRTS (BRTS Buses In Surat), ગ્રીન સિટી (Green City Buses in Surat), રેડ સિટી (Red City Buses In Surat) આ તમામ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલવામાં આવશે, જેથી કોરોના સંક્ર્મણ (Corona In Surat)ને નિયંત્રણમાં રાખી શકાય. આ નિયમ કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે. હજી પણ શહેરમાં ચાલતી સિટી બસોમાં 50 ટકા ક્ષમતા સામે 100 ટકા મુસાફરો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં અનેક મુસાફરો માસ્ક (People Without Mask In Surat) વગર પણ જોવા મળી રહ્યા છે. શહેરમાં કોરોના કેસ 1700ને પાર થઇ ગયા છે. જો આ જ સ્થિતિ રહી તો આગામી સમયમાં કેસો વધી શકે છે.
આ પણ વાંચો:Corona Cases Increase : સુરત હોસ્પિટલમાં કોરોના કેસોમાં 50 ટકાનો વધારો, તંત્ર થયું દોડતું