ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ઇફેક્ટ : સુરતમાં 200 લોકો જાહેરમાં થુકતા ઝડપાયા, આરોગ્ય વિભાગે વસુલ્યો 50 હજારનો દંડ - coronavirus in gujrat

કોરોના વાયરસના કહેરને લઇને રાજયના આરોગ્ય વિભાગ દ્રારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું કે, જાહેરમાં થુકવા પર 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. જેને લઇને સુરતમાં ગતરોજ 200 જેટલા લોકો જાહેરમાં થુકતા ઝડપયા હતા. જેથી આરોગ્ય વિભાગે તમામ લોકો પાસેથી મળીને 50 હજારનો દંડ વસુલ્યો હતો.

કોરોના ઇફેક્ટ : સુરતમાં 200 લોકો જાહેરમાં થુકતા ઝડપાયા, આરોગ્ય વિભાગે  50હજારનો દંડ વસુલ્યો
કોરોના ઇફેક્ટ : સુરતમાં 200 લોકો જાહેરમાં થુકતા ઝડપાયા, આરોગ્ય વિભાગે 50હજારનો દંડ વસુલ્યો

By

Published : Mar 16, 2020, 12:14 PM IST

Updated : Mar 16, 2020, 1:16 PM IST

સુરત : કોરોના વાયરસના કહેરને લીધે રાજયમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, જાહેરમાં થુકવા પર હવે 500 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે. જેમાં રવિવારે આરોગ્ય વિભાગની ટીમે 200 જેટલા લોકોને જાહેરમાં થુંકતા ઝડપ્યા હતા. આ તકે આરોગ્ય વિભાગે 50 હજારનો દંડ વસુલ્યો હતો.

કોરોના ઇફેક્ટ: સુરતમાં 200 લોકો જાહેરમાં થુકતા ઝડપાયા, આરોગ્ય વિભાગે વસુલ્યો 50 હજારનો દંડ

સુરતની મહાનગરપાલિકા દ્રારા પહેલા જાહેરમાં થુંકવા પર લોકોને 150 રૂપિયાનો દંડ ફટકારવમાં આવતો હતો. જયારે ગઇકાલે મહાનગરપાલિકા દ્રારા દંડની રકમમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો. જેની સાથે જ 250 રૂપિયા દંડની રકમ વસુલવામાં આવી હતી. જયારે રાજય સરકાર દ્રારા 500 રૂપિયા દંંડ ફટકારવાનો પરિપત્ર જાહેર કરાતા સોમવારથી જાહેરમાં થુકતા લોકો પાસેથી 500 રૂપિયા દંડ વસુલ કરવામાં આવશે.

Last Updated : Mar 16, 2020, 1:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details