- સુમુલ ડેરીએ વધાર્યા ભાવ
- કોરોનાકાળમાં ડેરીને 300 કરોડનુ નુક્સાન
- 1થી 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
સુરત :પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાનો સામનો કરતી પ્રજાની ચાનો સ્વાદ પણ હવે બગડશે. સુમુલ ડેરી દ્વારા દૂધ ની કિંમત માં 1 રૂપિયા પૈસા થી બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 500 મિલી સુમુલ ગોલ્ડ, સુમુલ તાજા તેમજ સુમુલ ગાયના દૂધમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ખર્ચમાં ઘણો વધારો
સુમુલ ડેરીના વ્યવસ્થાપક કમિટીના જણાવ્યા મુજબ પાછલા એક વર્ષમાં ખર્ચમાં અનેક ગણો વધારો થતાં દૂધની કિંમત વધારવી પડી છે એક વર્ષમાં પેકેજીંગ ખર્ચમાં 42 ટકા પ્રોસેસિંગ ઇનપુટ કોસ્ટમાં 28 ટકા અને મિલ્ક સેન્ડલ તથા ટ્રાન્સપોર્ટેશન માટે 30 ટકાનો ખર્ચ વધ્યો છે છ મહિના પહેલા પણ સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સુરત અને તાપી જિલ્લાની સહકારી મંડળીઓ રૂપિયા ત્રણ કરોડ PM અને CM કેર ફંડમાં આપશે
નવા ભાવઆઈટમ | મિલી | નવો ભાવ |
સુમુલ ગોલ્ડ | 500 | 30 |
સુમુલ તાજા | 500 | 23 |
સુમુલ તાજા | 250 | 12 |
સુમુલ ગાય દૂધ | 500 | 24 |
સ્લિમ એન્ડ ટ્રીમ | 200 | 09 |