- સુરતમાં ધણતેરસના દિવસે લોકોની પાંખી હાજરી
- સોના-ચાંદીની ખરીદી પર કોરોનાની અસર
- આર્થિક સંક્રમણને પગલે લોકો સુકન પુરુતી ખરીદી કરી રહ્યા છે
સુરત: કોરોના સંક્રમણને પગલે તહેવારો પર તમામ બજારોમાં મંદી જોવા મળી રહી છે, ત્યારે ધનતેરસના પર્વ પર લોકો સોના કે ચાંદીના ખરીદી કરતા હોય છે. પરંતુ કોરોનાએ આર્થિક રીતે પાંગળા બનાવી દેતા દર વર્ષની સરખામણીએ આ વર્ષે લોકો માત્ર સુકન પુરતી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
સોનાના ભાવમાં ઘટાડો થતા ઘણા સમય બાદ લોકો ખરીદી કરતા જોવા મળ્યા
માન્યતા છે કે, ધનતેરસના દિવસે લક્ષ્મી અને કુબેરની પૂજા અને યમ દીપદાન સાથે ખરીદી માટે શ્રેષ્ઠ સમય રહે છે. ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે. લોકો શુભ મુહૂર્તમાં આજે ખરીદી કરવા નીકળ્યા હતા. સવારથી જ જ્વેલર્સના ત્યાં લોકો ખરીદી કરવા આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં વધારો હતો, પરંતુ સોનાના ભાવમાં ઘટાડો થતા ઘણા સમય બાદ લોકો ખરીદી કરી રહ્યા છે. કોરોના મહામારીને પગલે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીદીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.
કોરોના કાળ અને આર્થિક મંદીના કારણે ધનતેરસ પર લોકો માત્ર સુકનની ખરીદી કરવા જ્વેલર્સમાં આવતાં જોવા મળ્યા લોકો મર્યાદિત સોના અને ચાંદીના ઘરેણા ખરીદી રહ્યા છેમાનવામાં આવે છે કે, પરિવારમાં સમૃદ્ધિને અક્ષત રાખવાની કામનાથી જ આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મી પ્રતિમાઓની ખરીદી શુભ હોય છે. આ સાથે જ સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાની પણ પરંપરા છે. પરંતુ આ વખતે કરોના કાળમાં આવેલા ધનતેરસ પર્વ પર લોકો મર્યાદિત સોના અને ચાંદીના ઘરેણા ખરીદી રહ્યા છે. આર્થિક મંદીની અસર આ વખતે ધનતેરસ પર પણ જોવા મળી રહી છે. લોકો માત્ર સુકન પુરતી વસ્તુઓ ખરીદીને તહેવારની એક રીત નિભાવી રહ્યા છે.
ગત્ત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા ઘટાડો જ્વેલર્સે જણાવ્યું હતું કે, આ વખતે જે અગાઉ ઓર્ડર મળતા હતા તે મળ્યું નથી. લોકો માત્ર સુકન માટે ખરીદી કરી રહ્યા છે. પરંતુ સોનાના ભાવમાં ઘટાડો થતા લોકો આજના દિવસે લગ્નસરાની પણ ખરીદી કરવા નીકળ્યા છે. પરંતુ આવનાર દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થાય તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે.