સુરત: અનલોક-1-2 પછી હીરા અને કાપડ ઉદ્યોગ ફરી શરૂ તો કરવામાં આવ્યા હતાં, પરંતુ માંડ 15-30 ટકા કારખાના નિયંત્રણો સાથે શરુ થયા હતાં, ત્યારબાદ મોટી સંખ્યામાં રત્ન કલાકારો કોરોનાગ્રસ્ત થતા એકમો બંધ કરાતા ભાડા પર રહેતા સૌરાષ્ટ્રવાસી અને ઉત્તર ગુજરાતના રત્નકલાકારો પુન: પોતાના વતન પરત ફરી રહ્યાં છે. વરાછા, કતારગામ, પૂણા, કાપોદ્રા, સરથાણા, ડભોલી જેવા સુરતના અનેક વિસ્તારોના અસંખ્ય લોકો સુરત છોડીને ફરી વતન પરત જઇ રહ્યા છે. દરરોજના હજારો લોકો વતન પરત જઈ રહ્યાં છે. સુરતમાં જે લોકો ભાડાના મકાનમાં રહે છે. એમણે ઘર ખાલી કરીને ઘર-સામાન લઇને સુરત છોડી રહ્યાં છે.
- અનેક ડાયમંડ કંપનીઓ લોકડાઇનનો પગાર ચુકવ્યો નથી
- રત્નકલાકારો સુરતમાં ભાડેથી રહે છે
- પોતાના ઘરનું ભાડું સહિત અને જરૂરી ખર્ચાઓને પહોંચી વળવું મુશ્કેલ
સુરત લકઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશનના પ્રમુખ દિનેશ અનઘણ કહે છે, હાલ ચાલી રહેલા કોરોના કાળમાં ડાયમંડ એસોસિએશન અને અધિકારીઓ દ્વારા હીરા ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને રત્નકલાકારો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. એમને માટે અમારા ટ્રસ્ટ દ્વારા સામાન માટે કિંમત ચૂકવવાની નથી એવું નક્કી કરાયું છે. તેઓ તેમનો બધો સામાન લકઝરી બસમાં વિના મૂલ્યે વતન લઈ જઈ શકશે.