- દશેરામાં કોરોનાની અસર
- ચાલુ વર્ષે ફરસાણના એક પણ એડવાન્સ ઓર્ડર નહીં
- દરવર્ષે કરોડોના જલેલી-ફાફડાનું થાય વેચાણ
સુરત: 2 દિવસ બાદ દશેરાનો તહેવાર છે. દર વર્ષે સુરતીઓ દશેરાના દિવસે કરોડો રૂપિયાના જલેબી-ફાફડા આરોગી જતા હોય છે, પરંતુ આ વર્ષે ફરસાણના દુકારનારોને કોઈ એડવાન્સ ઓડર મળ્યા નથી. આ ઉપરાંક પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, કોઈ દુકાન કે લારીની બહાર સ્ટોલ ઉભો કરવો નહીં. જેની અસર ગ્રહાકો પર જોવા મળી રહી છે.
સુરતના ફરસાણ વિક્રેતાને એક પણ એન્ડવાન્સ ઓર્ડ મળ્યો નથી એડવાન્સ ઓર્ડર નહીં
કોરોનાની મહામારીની અસર તમામ વેપાર-ધંધા પર જોવા મળી રહી છે, ત્યારે તહેવારોમાં વેપાર-ધંધા બંધ રાખવા માટે સરકારે આદેશ કર્યા બાદ તેની સીધી અસર જેતે વેપાર પર જોવા મળી રહી છે. ખાસ દશેરા પર્વ પર વેપારીઓને દર વર્ષે 400 કિલોનો એડવાન્સ ઓર્ડર મળતો હોય છે, પરંતુ આ વર્ષે એક પણ ઓર્ડર મળ્યો નથી. જેથી ફરસાણના વિક્રેતાઓમાં નિરાશનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રતિ કિલો 20 રૂપિયાની કિંમતમાં વધારો
કોરોના મહામારીમાં ફરસાણ વિક્રેતાને એક પણ એન્ડવાન્સ ઓર્ડર મળ્યો નથી, ત્યારે ફાફડાના ભાવમાં આ વર્ષે પ્રતિ કિલો 20 રૂપિયાનો વધારો થયો છે. જેથી આ વર્ષે ફાફડા રૂપિયા 360 અને જલેબી રૂપિયા 400ની કિંમતે મળી રહી છે.