- રાજ્યામાં 29 તારીખથી કોમર્શિલ પ્રવૃતિ બંધ
- સુરતમાં રીંગ-રોડ પોલીસે 5 મીનીટ દુકાન બંધ રાખવા કહ્યું
- વેપારીઓ મૂકાયા મૂંજવણમાં
સુરત:રાજ્ય સરકાર દ્વારા 29 શહેરમાં રાત્રી કર્ફ્યુ સહીત કોમર્શિયલ પ્રવૃતિ બંધ રાખવા સંબંધિત પ્રતિબંધ જાહેર કર્યા બાદ રિંગરોડની કાપડ માર્કેટમાં પોલીસ દ્વારા પાંચ મીનિટ સુધી દુકાનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા દરમિયાન ફોસ્ટા- પ્રમુખ મનોજ અગ્રવાલને પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા 28 મેથી 5મી સુધી બંધ રાખવા ટેલિફોનિક સૂચના અપાઈ હતી જેના પગલે પોસ્ટ દ્વારા બંધની જાહેરાત સોશીયલ મીડિયા મારફતે કરી દેવામાં આવી હતી.