- નવજાત શિશુનો જન્મ થતા કોરોનાના સમયમાં ખુશીનો માહોલ જામ્યો હતો
- માત્ર 3 દિવસમાંજ કોરોના લક્ષણ જોવામાં આવ્યા
- સિવિલ હોસ્પિટલમાં બાળકની માતાનું પણ ચેકઅપ કરવામાં આવ્યું
સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં રહેતા રોહિત વસાવા જેઓના પરિવારમાં નવજાત શિશુનો જન્મ થતા જ આ કોરોનાના સમયમાં ખુશીનો માહોલ જામ્યો હતો. પરંતુ નવજાત બાળકને ત્રીજા જ દિવસે કોરોના થતા પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. બાળકને સારવાર માટે સુરતથી વ્યારાના ઉચ્છલ તાલુકામાં લઇ જવામાં આવ્યો હતો. બાળકના રિપોર્ટ કઢાવ્યા બાદ કહેવામાં આવ્યું કે, બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમે બાળકને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જાવ.
આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાથી થતા મૃત્યુઆંકમાં વધારો
અમે ખેતી કામ કરીને ગુજરાન ચલાવીએ છે
રોહતિ વસાવા દ્વારા કહેવામાં આવ્યું કે, સુરત સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા મારો અને મારી પત્નીનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ અમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમે ખેતી કામ કરીને ગુજરાન ચલાવીએ છે. અમારું આ બીજુ બાળક છે. આ પેહલા અમને એક દિકરી છે. આ બાળકને કિડની અને ખેંચની બીમારી છે. તબિયત ત્રીજા દિવસે જ ખરાબ થતા અમે વ્યારા ખાતે આવેલા ઉચ્છલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. ત્યાં બાળકનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમને ત્યાંથી સુરત હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.