- સુરતમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો બાદ કોરોનાના કેસમાં (Corona Cases) આંશિક વધારો
- કોરોનાની વેક્સિન (Corona Vaccine) મુકાવી ચૂક્યા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે
- લોકો બેદરકાર બની ને ગાઇડ લાઇનને કોરાણે મૂકવા માંડ્યા
સુરતઃ શહેરમાં પર્યુષણ અને ગણેશોત્સવના તહેવાર પછી કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. ત્યારે આગામી તહેવારોની ઉજવણી માટે આ લાલબત્તી સમાન સાબિત થઈ શકે છે. શહેરના પાલ રોડના સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં 3 બાળકો સહિત 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. છેલ્લા અઠવાડિયામાં 10થી 14 વર્ષના 3 બાળક સહિત પાંચ કેસ નોંધાતા આ એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. ત્રણ દિવસમાં સુરત મહાનગરપાલિકાએ 2 એપાર્ટમેન્ટને કોરોના કેસ વધતા સીલ કરવામાં આવ્યા છે.
લોકો કોરોનાની ગાઈડલાઈન નથી અનુસરતા
એક તરફ કોરોનાની વેક્સિન મુકાવી ચૂક્યા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે. તો બીજી તરફ લોકો બેદરકાર બનીને કોરોનાની ગાઈડલાઈનને અનુસરતા નથી. પર્યુષણ અને ગણપતિ ઉત્સવ ભુજ વાયા જેમાં લોકો ભીડમાં જોવા મળ્યા ને કોરોના ની ગાઇડ લાઇનનો પણ પાલન થયું ન હતું તેથી રોજના જે બે-ત્રણ કેસ નોંધાતા તે હવે રોજ સાત આઠ થવા માંડયા છે..