- મનપા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇ એલર્ટ
- શહેરમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી
- વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા 5 વ્યક્તિ કોરોના સંક્રમિત
સુરત: શહેરમાં કોરોનાના કેસો(Corona Cases In Surat)માં વધારો થતા મનપાની ચિંતામાં વધારો થયો છે. એક તરફ મનપા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (corona omicron variant)ને લઇ એલર્ટ થઇ ગઇ છે. હજુ સુધી શહેરમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ 7 કેસ મનપા અઠવા ઝોન (corona cases in surat athwa zone)ના છે. જ્યારે એક કેસ રાંદેર ઝોનમાં નોધાયો છે. ઘોડ દોડ રહેતા સિનિયર સિટીઝન અમેરિકામાં મોર્ડનાની ફાયઝર વેક્સિન (moderna pfizer vaccine in america)ના 3 ડોઝ લઇ ચૂક્યા હોવા છતા કોરોના પોઝિટિવ આવ્યા છે.
48 વર્ષીય કર્મચારીનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
અઠવા ઝોનમાં ગ્રીન એવન્યુ (athwa zone green avenue) ખાતે સતત ત્રીજા દિવસે કોરોનાનો પોઝિટવ કેસ નોંધાયો છે, જે અન્ય પોઝિટિવના સંર્પકમાં આવ્યા હતા. ઉપરાંત મનપાના VBCD વિભાગમાં ફરજ બજાવતા 48 વર્ષિય કર્મચારીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વેક્સિનના બંને ડોઝ (both doses of corona vaccine) લીધા હોય તેવા 5 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી મનપા દ્વારા પૂર્ણ
અત્યાર સુધી 38,44,151 લોકોને કોરોનાની રસી (corona vaccination in surat)નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. એટલે કે પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી મનપા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે 27,26,878 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. શહેરીજનોમાં અવરનેસ ન હોવાને પગલે બીજા ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં મનપાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.