- સુરતની સી. ડી. બરફીવાલા કોલેજના 10 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા
- કોલેજને 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય
- સંત નામદેવનગર પ્રાથમિક શાળામાં 8 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા
- સંત નચિકેતા શાળામાં 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા
- બંને શાળાઓમાં 14 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય
સુરત: શહેરમાં આજે રવિવારે અલગ અલગ સ્કૂલો અને કોલેજોમાં કોવિડ- 19ની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે સુરતના સી. ડી. બરફીવાલા કોલેજમાં કોરોના ટેસ્ટ દરમિયાન 10 જેટલા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા કોલેજને જિલ્લા શિક્ષણ અધિકારી અને કોલેજના પ્રિન્સિપાલે 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જે બાદ સુરતની સંત નામદેવનગર પ્રાથમિક શાળામાં 8 વિદ્યાર્થીઓ, સંત નચિકેતા શાળામાં 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા બંને સ્કૂલોને 14 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાલીઓની ચિંતા વધી
સુરતના સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોના કેસમાં અચાનક વધારો થયો છે જેના લીધે હવે સુરતની પ્રજામાં પણ ચિંતા વધી છે.