સુરત:સુરત નવી સિવિલ હોસ્પિટલના RMO અને Supridented કોરોના સંક્રમિત (Corona Case In Surat) થતા તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. શહેરમાં વધતા જતા કેશને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (surat civil hospital) ગત રોજ સુરત જિલ્લા કલેકટરની (Surat District Collector) અધ્યક્ષતામાં મળેલી બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયક તથા Supridented ડો.ગણેશ ગોવકર હાજર રહ્યા હતા.
રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા
ગતરોજ જ RMO ડો.કેતન નાયક તથા Supridented ડો.ગણેશ ગોવકર એ પોતાનો કોવિડ સેમ્પલ આપ્યો હતો અને આજરોજ તેમનો રીપોર્ટ પોઝેટીવ (RMO and Supridented Infected with Corona) આવતા તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલનો ચાર્જ ડો.ઓમકાર ચૌધરીને આપવામાં આવ્યો
સુરત નવી સિવિલ હોસ્પિટલના RMO અને Supridented કોરોના સંક્રમિત થતા તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમણે ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ કે, ગતરોજ જ હું અને સુપ્રિટેન્ડેન્ટ સાહેબએ કોવિડ ટેસ્ટ કરાવ્યું હતું. અને અમારો રીપોર્ટ આજરોજ પોઝેટીવ આવ્યો છે. અમે હાલ ઘરે જ આઇસોલેટ છીએ તબિયત સારી છે. પરિવારનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે રિપોર્ટ પેન્ડીંગ છે અને અમારા સંપર્કમાં આવેલા તમામ તબીબોના ટેસ્ટિંગ કરાવામાં આવ્યા છે. તેમનો પણ આવતીકાલ સુધીમાં રિપોર્ટ આવી જશે અને હાલ નવી સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડો.ઓમકાર ચૌધરીને શોપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
Surat Corona High Risk : 45 દિવસ શહેર માટે ખૂબ જ કઠીન સાબિત થઇ શકે તેવી સંભાવના
Patients Infected With Corona In Surat: સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 11 દર્દીઓ કોરોના પોઝિટિવ