સુરત: રાજ્યમાં છેલ્લા (Corona Case In Gujarat) એક અઠવાડિયાથી સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. એજ રીતે સુરતમાં પણ સતત કોરોના કેશમાં વધારો થઇ રહ્યો છે. શહેરના બેંક કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં (Bank employees tested positive) આવી રહ્યા છે. શહેરની કુલ 4 બેંકમાં કુલ 37 કર્મચારીઓ કોરોના સંક્રમિત તથા પાલિકાના ચિંતામાં વધારો થયો છે, આમાં શહેરના ચોક વિસ્તારના SBI બેંકના એક જ બ્રાન્ચના 17 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં કોટક મહિન્દ્રા બેંકના 7 કર્મચારીઓ પોઝેટીવ આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ બેંક બંધ કરાવી છે.
89 જેટલા બેંક કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું
આ બાબતે શહેરના આરોગ્ય અધિકારી ડો.આશિષ.નાયક જણાવ્યું હતું કે, શહેરમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, એમાં અમે શહેરની બેંકોના કર્મચારીઓનુ પણ કોરોના માટે ધન્વંતરીરથ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, એમાં ગતરોજ શહેરના અલગ- અલગ બેંકોના કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કુલ 89 જેટલા બેંક કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું એમાં કુલ 37 બેંક કર્મચારીઓ પોઝેટીવ આવ્યા હતા.
SBI બેંકના એક જ બ્રાન્ચના 17 કર્મચારીઓ કોરોના પોઝેટીવ