- પાલનપુર પાટિયાના વીર સાવરકર સર્કલ ખાતે કાર્યક્રમ યોજાયો
- પૂર્ણેશ મોદીની હાજરીમાં મુંડન કરાવ્યું
- સી.આર. પાટિલ અને નિવૃત સૈનિકો પણ હાજર રહ્યા
સુરત: CDS બિપિન રાવતના સન્માનમાં લોકોએ મુંડન કરાવ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થતા બિપિન રાવત, તેમના પત્ની સહિત અધિકારીઓ શહીદ થયા હતા. રાજ્યના પ્રધાન પૂર્ણેશ મોદીની હાજરીમાં મુંડન કરાવ્યું છે. સુરતના પાલનપુર પાટિયાના વીર સાવરકર સર્કલ (veer savarkar circle surat) ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તમિલનાડુના કુન્નૂરના જંગલો (coonoor forest tamilnadu)માં બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
વીર સાવરકર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલાચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (first cds of india general bipin rawat), તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના નિધન થયા હતા. આ દુર્ઘટનાથી દેશભરમાં શોકની કાલિમા છવાઈ ગઇ હતી. સુરતમાં પાલનપુર પાટિયા (surat palanpur patia) પાસે વીર સાવરકર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યાં પ્રધાન પૂર્ણશ મોદી, સી.આર. પાટિલ અને નિવૃત સૈનિકો હાજર રહ્યા હતા.
હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મોત થયા હતા
તામિલનાડુના કુન્નૂરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ (helicopter crash in coonoor) થયું હતું. આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ હેલિકોપ્ટરમાં જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંઘ, નાયક ગુરસેવક સિંઘ, નાયક જીતેન્દ્ર કુમાર, નાયક વિવેક કુમાર, લાંસ નાયક બી. સાઈ તેજા, સ્કવોડ્રન લીડર કુલદીપ સિંહ , જુનિયર વોરંટ ઓફિસર રાણા પ્રતાપ દાસ, જુનિયર વોરંટ ઓફિસર એ. પ્રદીપ, હવાલદાર સતપાલ અને પાઈલટ્સ સવાર હતા, જેમના આ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયા હતા.