- 28 માર્ચના રોજ યોજાશે ચૂંટણી
- પરિવર્તન અને સહકાર પેનલ વચ્ચે જંગ
- કમળનું ચિન્હ ફાળવતા થયો વિવાદ
સુરત: ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ટર્મ માટે મેનેજીંગ કમિટીની ચૂંટણી આગામી 28 માર્ચે યોજાશે. જેના 3 દિવસ પૂર્વે એક્શન કમિટીએ પરિવર્તન પેનલના ઉમેદવારોને કમળનું ચૂંટણી ચિન્હ ફાળવતા નવો વિવાદ સર્જાયો છે. એક જાણીતી રાષ્ટ્રીય રાજકીય પાર્ટીનું પ્રતિક ફાળવવામાં આવતા અન્ય ઉમેદવારોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો:ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ
3 કેટેગરીમાં સભ્યો માટે યોજાશે ચૂંટણી
વર્ષો સુધી ચેમ્બરની મેનેજીંગ કમિટીની 3 કેટેગરીમાં સભ્યો માટે ઈલેક્શનની જગ્યાએ સિલેક્શન થતું હતું. ગત વર્ષે પ્રથમ વખત મેનેજીંગ કમિટીની ચૂંટણી બાદ આ વર્ષે પણ મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાઈ રહી છે. આ વર્ષની ચૂંટણી માટે ફોર્મ ભરવાથી લઈને તેની મંજૂરી અને ચૂંટણી ચિન્હોની ફાળવણી સુધીના તમામ મુદ્દે વિવાદો થયા છે.
આ પણ વાંચો:ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ વચ્ચે MoU