ગુજરાત

gujarat

ETV Bharat / city

ક્લસ્ટર વિસ્તારના સેન્ટ્રલ ઝોનમાં પતરા-મંડપ બાંધવાનો 24 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ - સેન્ટ્રલ ઝોન

સુરતમાં ડસ્ટબીન કૌભાંડ, ખીચડી-કઢી કૌભાંડ, શ્વાન ખસિકરણ કૌભાંડની ચર્ચા હજુ પૂરી થઈ નથી કે અને વધુ એક કથિત કૌભાંડ સામે આવ્યું છે. આ વખતે સુરતના RTI એક્ટિવિસ્ટ અશ્વિન દ્વારા કરવામાં આવેલા RTIમાં ખુલાસો થયો છે. કોરોના કાળમાં ક્લસ્ટર વિસ્તારમાં પતરા અને મંડપ બાંધવાનો માત્ર સેન્ટ્રલ ઝોનમાં 24 લાખથી વધુનો ખર્ચ થયો છે.

પતરા અને મંડપ બાંધવાનો ખર્ચ
પતરા અને મંડપ બાંધવાનો ખર્ચ

By

Published : Oct 19, 2020, 5:06 PM IST

  • સેન્ટ્રલ ઝોનમાં પતરા અને મંડપ બાંધવાનો 24 લાખથી વધુનો ખર્ચ
  • કોરોનાકાળમાં ક્લસ્ટર વિસ્તારમાં પતરા અને મંડપ

સુરત : જિલ્લામાં કોરોના કાળમાં કોરોના દર્દીઓની સંખ્યા એક વખત ચિંતાજનક હતી. શહેરમાં ક્લસ્ટર ઝોનની સંખ્યા પણ સૌથી વધુ સામે આવી હતી. ક્લસ્ટર ઝોન માટે સુરત મહાનગરપાલિકાએ પતરા અને બેનર બનાવ્યા હતા. જેથી તકેદારીના ભાગરૂપે લોકો આ વિસ્તારમાં અવરજવર ન કરે. શહેરના દરેક વિસ્તારમાં આવી કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જોકે સુરતના RTI એક્ટિવિસ્ટ અશ્વિન લાઠીયાને પાલિકામાંથી મેળવેલી માહિતી ચોંકાવનાર હતી.

પતરા અને મંડપ બાંધવાનો ખર્ચ

અશ્વિન દ્વારા ક્લસ્ટર અને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પતરા અને મંડપ બાંધવામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે, પતરા અને મંડપનો ખર્ચ રૂપિયા 25 લાખ સુધી હતો. 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી મુજબ, રનિંગ ફૂટે 9થી 15 રૂપિયા ચૂકવામાં આવ્યા હતા. 4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફૂટ પ્રમાણે ગણાવામાં આવ્યો હતો. તેમાં મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટનો ભાવ ચૂકવામાં આવ્યો હતો.

તારીખ મુજબ પતરા અને મંડપના બીલ
એ.એમ.ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને 9 એપ્રિલથી 10 જૂન સુધી રૂપિયા 6,92,292 ચૂકવામાં આવ્યા હતા. તે જ રીતે સુવિધા કેટરર્સને અલગ અલગ બીલથી નાણા ચૂકવામાં આવ્યા હતા. 15 એપ્રિલથી 31 મેં સુધીના રૂપિયા 1,65,024 ચૂકવાયા, 5 મેથી 7 જૂન સુધી રૂપિયા 1,60,500 ચૂકવાયા, 11 મેથી 7 જૂન સુધી રૂપિયા 1,18,918 ચૂકવાયા, 9 મેથી 7 જૂન સુધી રૂપિયા 1,52,760 ચૂકવ્યા, 5 મેથી 6 જૂન સુધી રૂપિયા 1,73,100, 6 મેથી 7 જૂન સુધી રૂપિયા 1,53,728, 5 મેથી 6 જૂન સુધી રૂપિયા 1,63,740, સુવિધા કેટરર્સને રૂપિયા 17,86,460 ચૂકવ્યા હતા. એક દિવસનો પતરાનો ચાર્જ આશરે 5 હજાર જેટલો ચૂકવાયો હતો

ત્યારે આ અંગે પાલિકા દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તે ચોંકવનાર છે. કારણ કે, સેન્ટ્રલ ઝોન તરફથી માહિતી આપવામાં આવી હતી કે, રૂપિયા 24 લાખ કરતા પણ વધુ ખર્ચો થયો હતો. જેમાં એ.એમ.ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને રૂપિયા 6.92 લાખ અને સુવિધા કેટર્સ નામની સંસ્થાને રૂપિયા 17 લાખથી વધુના બીલો એક તારીખના બનાવી ચૂકવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details