સુરત: કોંગ્રેસ દ્વારા હાથરસ ઘટનાનો વિરોધ સુરત ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસની મહિલા કોર્પોરેટર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે, 'મને મહિલા પોલીસકર્મીએ ફાંસી ખાઈ લો એમ કીધું હતું'. ત્યારબાદ સુરત કલેકટર કચેરી બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સુરત કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મમતા સવાણીએ ઝાડ પર દુપટ્ટો લગાવીને જાહેરમાં ફાંસી ખાવાની તૈયારી કરી લીધી હતી. જોકે અંતમાં કાર્યકરો અને પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા.
હાઈ વોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ઝાડ પર દુપટ્ટો બાંધી જાહેરમાં ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો - ઝાડ પર દુપટ્ટો
સુરત કોંગ્રેસ દ્વારા હાથરસ ઘટના તથા રાહુલ ગાંધીની અટકાયત પર વિરોધ દર્શાવ્યો હતો.
હાઈ વોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ઝાડ પર દુપટ્ટો લગાવીને જાહેરમાં ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો
UPના હાથરસની યુવતીની સામુહિક દુષ્કર્મ ઘટના તેમજ UP પોલીસ દ્વારા રાહુલ ગાંધી સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક-ધડપકડ-લાઠીચાર્જના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. જોકે કાર્યક્રમની પરવાનગી ન હોવાના કારણે પોલોસે સુરત કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.