ગુજરાત

gujarat

ETV Bharat / city

Congress Workers Join BJP In Surat: પાટીલનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું- કોંગ્રેસ એક ટાઇટેનિક બની ગયું છે, એના ડૂબવાની કેટલીક પળો બાકી - બીજેપી કમલમ સુરત

સુરતમાં આજે 400થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા (Congress Workers Join BJP In Surat) છે. આ પ્રસંગે સીઆર પાટીલે કહ્યું કે કોંગ્રેસ ટાઇટેનિક બની ગઈ છે. તેના ડૂબવાની કેટલીક પળો બાકી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અનુશાસનવાળી પાર્ટી છે. આ પાર્ટીમાં સેવાકીય પ્રવૃત્તિ સિવાય કોઈ કામ નથી.

Congress Workers Join BJP In Surat: પાટીલનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું- કોંગ્રેસ એક ટાઇટેનિક બની ગયું છે, એના ડૂબવાની કેટલીક પળો બાકી
Congress Workers Join BJP In Surat: પાટીલનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું- કોંગ્રેસ એક ટાઇટેનિક બની ગયું છે, એના ડૂબવાની કેટલીક પળો બાકી

By

Published : Mar 26, 2022, 10:54 PM IST

સુરત: સુરતમાં આજે 400થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ (Congress Worker Surat) ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યના રેલવે અને ટેકસટાઇલ પ્રધાન દર્શનાબેન જરદોશ અને સુરત શહેર ભાજપ પ્રદેશ અધ્યક્ષ (Surat city BJP state president) નિરંજન ઝાંઝમેરાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા (Congress Workers Join BJP In Surat) છે.

400થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયાં.

કોંગ્રેસમાં ભવિષ્ય દેખાતું નથી- આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ એકઠા (BJP Workers Surat) થઈ 'સી.આર.પાટીલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ' જેવા નારા પણ લગાવ્યા હતા. આ જોતાની જ સાથે જ લાગી રહ્યું છે કે, ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ની તૈયારી શરૂ કરી દીધી છે. સી.આર. પાટીલે જણાવ્યું કે, "આજે અમારી સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કમલમ (bjp kamalam surat) કાર્યાલયમાં સોશિયલ મીડિયાની મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં હું આવ્યો હતો. એ દરમિયાન લગભગ 1000થી વધુ કાર્યકર્તાઓ તેમાં વિશેષ કરીને માછી સમાજના કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા છે. હવે એમને લાગે છે કે કોંગ્રેસમાં એમનું ભવિષ્ય નથી."

ભારતીય જનતા પાર્ટી અનુશાસનવાળી પાર્ટી છે.

આ પણ વાંચો:BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

કોંગ્રેસ ટાઇટેનિક છે, તેના ડૂબવાની કેટલીક પળો જ બાકી- પાટીલે વધુમાં જણાવ્યું કે, "સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે તેમની પાસે કોઈ અવકાશ નથી. કોંગ્રેસ એક ટાઇટેનિક બની ગયું છે. એને ડૂબવાની કેટલી પળો બાકી છે. એટલે ઝડપથી એમાંથી બહાર આવવું લોકોની સેવા કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કામ કરવું. ભારતીય જનતા પાર્ટીના કામ કરવાના માધ્યમથી તેઓ પ્રભાવિત થયા છે. આ કાર્યકર્તાઓ અનુશાસનમાં કામ કરવા માટે તૈયાર પણ છે. અને એટલા માટે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ (President of BJP Surat city)નિરંજન ઝાંઝમેરાએ એમને જોડ્યા છે. સૌ કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે, ભારતીય જનતા પાર્ટી અનુશાસનવાળી પાર્ટી છે. આ પાર્ટીમાં સેવાકીય પ્રવૃત્તિ સિવાય કોઈ કામ નથી. તો આવો સાથે મળીને સુરત શહેર, ગુજરાત રાજ્ય અને ભારત દેશને મજબૂત કરવામાં ફાળો આપીએ."

20 વર્ષથી કોંગ્રેસમાં હતા પણ નિષ્ફળતા મળી-તો સુરેન્દ્ર લશ્કરી નામા ભૂતપૂર્વ કોંગ્રેસ કાર્યકર્તાએ જણાવ્યું કે, "હું પહેલા કોંગ્રેસમાં હતો અને આજે હું ભાજપમાં જોડાયો છું. એનું કારણ એ છે કે, આજે ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારી પ્રવૃત્તિઓથી દેશને ચલાવી રહ્યા છે. એના હેતુસર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને મને આજે સંતોષ થયો છે. હું 20 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કાર્ય કરી રહ્યો હતો, પરંતુ મને નિષ્ફળતા દેખાઈ રહી છે."

આ પણ વાંચો:Amit Shah to Corporators : આ વખતે એવી મહેનત કરો કે ભાંગફોડ ન કરવી પડે શાહની ટકોર

કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓને હંમેશા ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા-તેમણે વધુમાં કહ્યું કે, "આજે 20 વર્ષથી કોંગ્રેસના નેતાઓ જેઓ સત્તા ધારણ કરવા માટે લોકો અને કાર્યકર્તાઓને ભ્રમિત કરીને માત્ર લોકોને ગેરમાર્ગે જ દોરવાના પ્રયત્ન કર્યા છે. હું તમને કોંગ્રેસના નામ જણાવું તો બાબુભાઈ રાયકા, કાદીર પીરજાદા છે, તુષાર ચૌધરી આ તમામ લોકોએ સુરત શહેર નહીં, પરંતુ તાપી વ્યારાના કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ ભ્રમિત કરવાનું કાર્ય કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details