ગુજરાત

gujarat

ETV Bharat / city

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે - કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે સુરતની મુલાકાતે હતાં તેઓએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીને લઈ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે. શિક્ષકોની ગુણવત્તાની સાથે સાથે એના માટેની પોલીસી સુધારવાની જરૂર છે. બીજી બાજુ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટ કર્યું છે કે સજ્જતા સર્વેક્ષણ કસોટી યથાવત રહેશે. શિક્ષકો આ સર્વેક્ષણને લઈ વિરોધ કરી રહ્યાં છે.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે

By

Published : Aug 23, 2021, 7:35 PM IST

  • શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટ કર્યું છે કે સજ્જતા સર્વેક્ષણ કસોટી યથાવત રહેશે
  • શિક્ષકો પણ આ સર્વેક્ષણને લઈ વિરોધ કરી રહ્યાં છે
  • ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ થયું

સુરત : અમિત ચાવડાએ સુરતમાં જણાવ્યું હતું કે,શિક્ષકોની ગુણવત્તા ચકાસતા પહેલા સરકારને પોતાની નીતિઓ સુધારવાની જરૂરિયાત છે પોતાની નિયત બદલવાની જરૂરિયાત છે. સાથોસાથ પોતાની પ્રાથમિકતા બદલવાની જરૂરિયાત છે. અત્યારે જે સરકારની નીતિ છે તે સરકારી શાળાઓ બંધ કરી પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપવાની છે. અત્યારે સરકારની નિયત એવી છે સરકારી શાળાઓ બંધ કરી ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે. કહેવાનો મતલબ કે સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે.

શિક્ષકોની ગુણવત્તાની સાથે સાથે એના માટેની પોલીસી સુધારવાની જરૂર

શિક્ષકોની ગુણવત્તાની સાથે સાથે એના માટેની પોલીસી સુધારવાની જરૂર છે. તેમની માટે વ્યવસ્થાઓ સુધારવી જોઈએ અને ત્યાર પછી શિક્ષકો સાથે પરામર્શ કરી ગુણવત્તા વધારવા અંગે કાર્યક્રમો કરવો જોઈએ. હું માનું છે કે શિક્ષકોને તમે કોરોનામાં સ્મશાન મોકલી મડદાં ગણવાની જવાબદારી આપી, તમારા ઉત્સવમાં તાયફાઓ કરવા લોકોને બસમાં લાવવાની જવાબદારી શિક્ષકોને સોંપો છો. પોતાના કાર્યક્રમમાં લગાવી શિક્ષણથી અળગા એ બધું બંધ કરો.

ગુજરાતમાં શિક્ષણના દિવસેને દિવસે અધોગતિના માર્ગે જઈ રહ્યું છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનમાં એમણે શિક્ષણનું ખાનગીકરણ કર્યું, વેપારીકરણ કર્યું અને એના કારણે જે શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ હતું કે સરકારી શાળાઓ બંધ કઈ રીતે થાય ? એમના માનીતા લોકોની ફૂલેફાલે કઈ રીતે લોકો ફીના નામે લૂંટ કેવી રીતે ચલાવાય એવો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રયત્ન થઈ રહ્યો છે. પહેલાં ગુણવત્તાના નામે અભિયાનો કર્યા હવે પ્રવેશ ઉત્સવના નામે બીજા તાયફાઓ કર્યા. હવે શિક્ષકોની ગુણવત્તા ચકાસવા નીકળ્યા છે. હું માનું છું કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જે નીતિઓ બનાવી જોઈએ, જે કાર્યક્રમો આપવા જોઈએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું જોઈએ, જે સરકારની સરકારી શાળાઓને શિક્ષણ માટે પ્રાથમિકતા હોવી જોઈએ એ ઇચ્છાશક્તિનો અભાવ આજના ભાજપના શાસકોમાં હોવાના કારણે ગુજરાતમાં શિક્ષણના દિવસેને દિવસે અધોગતિના માર્ગે જઈ રહ્યું છે. સરકારી શાળાઓ બંધ કરવાની નીતિના કારણે ગરીબ મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્ય સાથે ખેલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ભાજપના રોજગાર દિવસની ઉજવણી સામે કોંગ્રેસનું બેરોજગારી હટાવો અભિયાન

આ પણ વાંચોઃ અંગ્રેજોની જેમ ચાલી રહેલા શાસન સામે ફરી લડવાનું છે : અમિત ચાવડા

ABOUT THE AUTHOR

...view details