સુરતઃ માંડવી તાલુકાના ખંજરોલી ગામમાં 2 વર્ષ પહેલા કરવામાં આવેલા કામો અંગે સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સત્તાધારી પક્ષે 2 વર્ષ પહેલાના કામને 3 વખત ચોપડે બતાવી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો થયા હતા. જ્યારે ગઈ તાલુકા પંચાયતની સામાન્ય સભા (General meeting of Taluka Panchayat) પણ વિપક્ષ દ્વારા તોફાની બનાવવામાં આવી હતી. ત્યારે કૉંગ્રેસે આજે તપાસની માગ સાથે કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણા (Congress Protest in Mandvi of Surat) કરવામાં આવ્યા હતા.
એક કામ બતાવી ભ્રષ્ટાચાર થયો હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ -સુરતના માંડવી ખાતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિવિધ વિકાસના કામોના મુદ્દાઓ આવતાં જ વિપક્ષના નેતા શંકર ચૌધરી આક્રમક બન્યા હતા. તાલુકા પંચાયતની સામાન્ય સભા (General meeting of Taluka Panchayat) પણ આ બાબતે ઉગ્ર બની હતી. તાલુકા પંચાયતના શાસકોએ ખંજરોલી ગામમાં 2 વર્ષ પહેલા પટેલ ફળિયામાં કરવામાં આવેલા વિકાસનાં કામો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યાં હતાં. ફરી એ જ જગ્યાએ તાલુકા પંચાયત દ્વારા લોકભાગીદારીથી કામ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી. તો બીજી તરફ જિલ્લા સ્વભંડોળમાંથી પણ આ જ કામના 5 લાખ ચૂકવાઈ ગયા હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો-પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલા કૌભાંડમાં અધિકારી સામે AMCએ કરી લાલ આંખ