- કીમ-માંડવી રોડ વરસોથી બિસ્માર હાલતમાં
- સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો થતાં રિસરફેસ નથી થતો
- કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરીએ વિરોધનો મોરચો સંભાળ્યો
સુરત: જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી પંથકમાં બિસ્માર રસ્તાઓની સમસ્યાએ માઝા મૂકી છે. માંડવી કીમ માર્ગ (Kim Mandvi State Highway ) પર વર્ષોથી નવીનીકરણ થયું નથી. જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન થાય છે. 2010ની સાલ બાદ આ માર્ગ ઉપર નવીનીકરણ કરાયું નથી. લોકો પાસે ટોલ ટેક્સ લેવામાં આવે છે. પરંતુ મરામત માટે અનેકવાર રજુઆત છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
Congress MLAએ વિરોધની આગેવાની લીધી
આજે (Kim Mandvi State Highway ) આ ખરાબ રસ્તાઓને લઇને સ્થાનિક ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત આગેવાનોએ ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો. માંડવીના તડકેશ્વર ટોલનાકા નજીક સૌ ભેગા થઇને ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો.