ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉડતા ગુજરાતને રોકવા ડબલ એન્જિનની સરકાર નિષ્ફળ, કૉંગ્રેસના પ્રહાર - Gujarat Assembly Elections 2022

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલ અને સેક્રેટરી બી. એમ. સંદીપ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને બેરોજગારી આ ત્રણ મુદ્દાઓ હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે આ ત્રણેય મુદ્દાના કારણે કૉંગ્રેસ ફરીથી સત્તા પર આવશે તેવું પણ નિવેદન આપ્યું હતું. Congress Leaders, double engine bjp government.

ઉડતા ગુજરાતને રોકવા ડબલ એન્જિનની સરકાર નિષ્ફળ, કૉંગ્રેસના પ્રહાર
ઉડતા ગુજરાતને રોકવા ડબલ એન્જિનની સરકાર નિષ્ફળ, કૉંગ્રેસના પ્રહાર

By

Published : Sep 12, 2022, 2:33 PM IST

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ (Congress Leaders) ગુજરાતમાં ધામા નાખ્યા છે. તેવામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રવક્તા અને દક્ષિણ ગુજરાતના મીડિયાના કો ઓર્ડીનેટર અતુલ પાટીલ (atul londhe congress) તેમ જ સેક્રેટરી બી. એમ સંદિપ (b m sandeep congress) પણ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે ડબલ એન્જિનની સરકાર (double engine bjp government) પર આકરા પ્રહાર કર્યા હતા.

આ ત્રણ મુદ્દા સાથે કોંગ્રેસ આવશે સત્તા પર

આ ત્રણ મુદ્દા સાથે કોંગ્રેસ આવશે સત્તા પર સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે ડ્રગ્સ, મોંઘવારી અને બેરોજગારી આ ત્રણ મુદ્દાઓ છે અને આ ત્રણેય મુદ્દાઓના કારણે કૉંગ્રેસની સત્તા ફરીથી આવશે.

ડ્રગ્સ નહીં રોજગાર આપોકૉંગ્રેસના નેતા અતુલ પાટીલે (atul londhe congress) જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકારના સમયમાં મુન્દ્રા અને અદાણી પોર્ટ પર ટેલકમ પાવડરના નામે ડ્રગ્સ આવે છે. કૉંગ્રેસ માત્ર આટલું જ કહેવા માગે છે કે, ડ્રગ્સ નહીં રોજગાર આપો. ગુજરાતના તમામ માતાપિતાને અમે કહીએ છીએ કે, જો ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર આવશે તો પંજાબની જેમ અમે રોજગાર આપીશું ડ્રગ્સ (drugs nexus gujarat) નહીં. NIAને તપાસ આપવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી ફાઈન્ડિંગ તે શું છે? તે જણાવી રહ્યા નથી.

ગુજરાત ગેટવેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ નેક્સસમાં (drugs nexus gujarat) ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કાર્યરત્ છે. ગૃહ રાજ્યપ્રધાનને જવાબ આપવો પડશે કે, ગુજરાતમાં આજ દિન સુધી કેમ ડ્રગ્સ આવી રહ્યું હતું. ઊડતા પંજાબને રોકવા કૉંગ્રેસ સફળ હતી. અહીં ક્વોલિટી રોજગાર આપવું હોય તો ડ્રગ્સના દૂષણને દૂર કરવું પડશે. ડ્રગ્સ કારોબાર માટે ગુજરાત ગેટવે બની રહ્યું છે. ઊડતા ગુજરાત રોકવા માટે અને કાર્યરત્ રહીશું.

બેરોજગારી, મોંઘવારી અને ડ્રગ્સ એ જ મુદ્દોભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સેક્રેટરી બી. એમ. સંદિપે (b m sandeep congress) જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા માટે ડ્રગ્સ મોટો મુદ્દો છે. કૉંગ્રેસ કડક કાર્યવાહી માટે કહે છે. અહીં તો બેરોજગાર યુવકોને ડ્રગ્સ આપવાનું કામ થાય છે. જ્યારે બેરોજગારી, મોંઘવારી અને ડ્રગ્સ એ જ (drug mafia in gujarat) મુદ્દો છે. અમે ડ્રગ્સ નાબૂદી માટે લડત આપીશું. તો ગુજરાતના ગૃહ પ્રધાન હવામાં વાત કરે છે. તેમણે ગુજરાતને ડ્રગ્સ મોડલ બનાવી દીધું છે. તેઓ સાચા અને યોગ્ય આંકડા આપે. હંમેશા ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વાત કરે છે પણ યોગ્ય કાર્યવાહી નથી કરતા. ગુજરાતમાં ડ્રગ્સ અને લઠ્ઠાકાંડની વાત થાય છે.

ABOUT THE AUTHOR

...view details