- એમેઝોન કંપની દ્વારા રૂપિયા 8564 કરોડની લીગલ ફી મામલે કોંગ્રેસ પાર્ટી આક્રમક
- '18 કલાક સુધી કામ કરીને 14 કરોડ લોકો બેરોજગાર થાય તો હું ઈચ્છું છું કે વડાપ્રધાન આરામ કરે' : પંત
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે અને નકલી સરકાર નહીં બનેે: કોંગ્રેસ નેતા
સુરત : કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભ પંત (Congress leader Gaurav Vallabh Pant) આજે સુરતની મુલાકાતે હતા. તેઓે એમેઝોન કંપની દ્વારા લાંચ મામલે તેઓ ચર્ચા કરવા આવ્યા હતાં. જોકે કેન્દ્ર સરકાર સામે અનેક પ્રહાર કરતાં પંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) મુખ્યપ્રધાનથી શરુ થયેલ રાજકીય સફરને 20 વર્ષ થયાં અંગે પણ પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે 'કોણ પુષ્ટિ કરશે કે તેઓ 18 કલાક સુધી કામ કરે છે તેમની પત્ની તેમની સાથે તો રહેતી નથી અમે કોને પૂછીશું કે તેઓ 18 કલાક સુધી કામ કરે છે ? 18 કલાક સુધી કામ કરીને 14 કરોડ લોકો બેરોજગાર થાય તો હું ઈચ્છું છું કે વડાપ્રધાન આરામ કરે..'
કોંગ્રેસનો આક્રમક મિજાજ
એમેઝોન કંપની દ્વારા રૂપિયા 8564 કરોડની લીગલ ફી મામલે કોંગ્રેસ પાર્ટી આક્રમક થઇ છે. કોંગ્રેસના (Congress leader Gaurav Vallabh Pant)) પ્રવક્તા ગૌરવ વલ્લભ પંત આજે સુરતની મુલાકાતે હતાં અને આ મુદ્દે તેઓએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં. તેઓએ બે વર્ષમાં ભારત સરકારને એમેઝોન કંપની દ્વારા 8546 કરોડની કાનૂની ફી ચૂકવવાનો મુદ્દો ઉઠાવવા સાથે જ્યૂડિશિયલ તપાસની માગણી પણ તેઓએ કરી હતી. ગૌરવ વલ્લભ પંતે ETV Bharat ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી.
અમે નાગપુરથી સફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસની હાર થઈ છે તે અંગે ગૌરવ વલ્લભ પંતે (Congress leader Gaurav Vallabh Pant) જણાવ્યું હતું કે, અમે સફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. નાગપુરથી આ શરૂઆત થઇ છે અને ફરી એક વખત 2017ની જેમ અમે પરત આવીશું. સાથે તેઓએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નકલી નહીં પરંતુ સાચી સરકાર ગુજરાતમાં આવશે તેઓ પણ દાવો કર્યો છે. હાઇકોર્ટ દ્વારા પણ કોરોના કાળમાં જે કાર્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેની અનેક ટીકાઓ કરવામાં આવી છે લોકોને હાલાકી પડી છે જે લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.