ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસે OBC વોટ બેન્કને આકર્ષવા માટે સરકાર પાસે કરી કાંઈક આવી માગ - Cross Voting in Presidential Elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) જેવી નજીક આવી રહી છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓ જુદા જુદા સમાજના સંમેલન યોજીને સમાજ તરફ નજર દોડાવી રહી છે. જેમ આમ આદમી પાર્ટીનો મફત વીજળીને લઈને ધ્યાન ખેંચવું છે. તેવી જ રીતે કોંગ્રેસેનું ઓબીસી સમાજ તરફ દોડાવી(OBC Vote Bank) છે.

કોંગ્રેસે OBC વોટ બેન્કને આકર્ષવા માટે સરકાર પાસે કરી કાંઈક આવી માગ
કોંગ્રેસે OBC વોટ બેન્કને આકર્ષવા માટે સરકાર પાસે કરી કાંઈક આવી માગ

By

Published : Jul 23, 2022, 8:54 PM IST

સુરત:ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) પહેલા આમ આદમી પાર્ટી 300 યુનિટ વીજળી આપવાની વાત કરી રહી છે. કોંગ્રેસે OBC વોટ બેન્કને(Congress OBC vote bank) આકર્ષવા માટે સરકાર પાસે OBC સબ પ્લાન સમિતિ(OBC Sub Plan Committee) બનાવવામાં આવે તેવી માગ કરી છે.

રાજ્યના ઓબીસી સમાજના લોકો માટે અનામત અને અન્ય મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:સરકાર માત્ર આશ્વાસન ન આપે પરંતુ જે વાત કરવામાં આવે છે તેને કાર્યાન્વિત કરે : પાસ નેતા અલ્પેશ કથીરિયા

કોંગ્રેસ OBC વોટ બેન્કને આકર્ષાવવા માટે અનેક માંગો કરી -અનામત બચાવો સમિતિ(Committee to Save Reserves) દ્વારા દક્ષિણ ગુજરાતના ધારાસભ્યઓ, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ચિંતન બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યના OBC સમાજના લોકો માટે અનામત અને અન્ય મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ OBC વોટ બેન્કને(OBC Vote Bank) આકર્ષાવવા માટે અનેક માંગો સરકાર પાસે કરી રહી છે.

OBC સમાજને ગ્રામ પંચાયત લેવલે સ્થાન મળ્યું નથી -પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, OBC સમાજને સરકાર અન્યાય કરી રહ્યું છે. ગુજરાતમાં OBC સમાજની 52 ટકા વસ્તી છે. OBCને યોગ્ય બજેટ કે યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી. OBC સમાજને ગ્રામ પંચાયત લેવલે સ્થાન મળ્યું નથી. OBCને 27 ટકા અનામત આપવામાં આવે. ભાજપના શાસનમાં OBCને 1 ટકા રકમ ફાળવવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા SC, STને બજેટ આપવામાં આવે છે. તેમ OBCને પણ આપવામાં આવે.

આ પણ વાંચો:OBCની અનામત નાબૂદ કરવાનું સરકારનું ષડયંત્ર : અમિત ચાવડા

ક્રોસ વોટિંગ અંગે તપાસ - આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, OBC સબ પ્લાન સમિતિ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ. કોન્ટ્રાક્ટ ભરતી થાય તેમાં પણ OBCને સ્થાન આપવામાં આવે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ(Cross Voting in Presidential Elections) બાબતે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ કાર્યવાહી કરીશું, જે લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે. તેમની સામે પાર્ટી કાર્યવાહી પણ કરશે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનને ખોટી રજૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દાઓથી વિષય ભટકાવવામાં આવી રહયા છે. આપ દ્વારા જે વીજળીની જાહેરાત કરી છે. તે સપના બતાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details