ગુજરાત

gujarat

ETV Bharat / city

કામરેજ ખાતે કોંગ્રેસ જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ યોજાયો - Assembly Election 2022

વિધાનસભા-2022ની ચૂંટણી દોઢ વર્ષની વાર છે પણ રાજનૈતિક પાર્ટીઓ હમણાથી જ તૈયારીઓમાં લાગી ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી આજરોજ(સોમવાર) કામરેજ ઉમા મંગળ હોલ ખાતે કોંગ્રેસ દ્વારા જિલ્લા સંયોજક બેઠક યોજાઇ હતી જેમાં પ્રદેશ આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા

con
કામરેજ ખાતે કોંગ્રેસ જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ યોજાયો

By

Published : Aug 23, 2021, 4:51 PM IST

Updated : Aug 23, 2021, 5:20 PM IST

  • વિધાનસભા ચૂંટણી-2022ને લઈને તમામ રાજકિય પાર્ટી મેદાનમાં
  • કામરેજમાં અમિત ચાવડાની અધ્યક્ષતામાં મળી કોંગ્રેસની મળી બેઠક
  • આમ આદમી પાર્ટી લડશે તમામ બેઠક પર ચૂંટણી

સુરત: વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસના પ્રદેશ આગેવાનોની હાજરીમાં કામરેજ ખાતે મળી બેઠક બેઠકમાં અમિત ચાવડા,ધારાસભ્ય અનંત પટેલ,આનદ ચૌધરી તેમજ કાર્યકરો રહ્યા હાજર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે તમામ પક્ષોનો કાર્યકરો સાથે બેઠકનો દોર શરૂ કરી દીધો છે અને રણનીતિ બનાવી રહ્યા છે.

અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

આજરોજ કામરેજના ઉમા મંગળ હોલ ખાતે કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં વાંસદાના ધારાસભ્ય અંનત પટેલ,માંડવી ધારાસભ્ય આનંદ ચૌધરી તેમજ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા દર્શન નાયક હાજર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,"ભાજપના 25 વર્ષના કુશાશનમાંથી મુક્તિ તેમજ આ કાર્યક્રમના માધ્યમથી કોરાના કાળમાં જે પરિવારના લોકોના મુત્યુ થયા છે એ પરિવારની મુલાકાત લેવામાં આવશે, તેમજ કોરાનાની લપેટમાં આવ્યા અને ખાનગી હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લઈ લૂંટાયા છે એ પરિવાર ની મુલાકાત લેશું,તેમજ લોકોને જે સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરીશુ.

કામરેજ ખાતે કોંગ્રેસ જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શકે છે કેવડિયાની મુલાકાત

આમ આદમી પાર્ટી પણ લડશે ચૂંટણી

ચૂંટણી આવતી હોય ત્યારે ઘણી પાર્ટીઓ મેદાનમાં આવતી હોય છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ તમામ સીટ પરથી વિધાનસભા લડવાની તૈયારી બતાવી છે. આ બાબતે ETV Bharat સાથેની વાતચીતમાં અમિત ચાવડા એ જણાવ્યું હતું કે ચૂંટણી આવતી હોય ત્યારે ઘણી પાર્ટીઓ આવતી હોય છે પણ જનતા જાણતી હોય છે કે ચૂંટણી પુરી થયા પછી પણ કોઈ દેખાતું નથી.

આ પણ વાંચો : તાલિબાનીઓની હેવાનિયત : મૃત શરીર સાથે પણ કરે છે દુષ્કર્મ

Last Updated : Aug 23, 2021, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details