ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિસ્તારમાં કોરોના સામે લડવા રૂપિયા 10 લાખની ફાળવી ગ્રાન્ટ

રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિસ્તારના નાગરીકોને કોરાનાની દવા ઇન્જેક્શનો, ઓક્સિજન વગેરે જરૂરી ટેસ્ટીંગ કિટ જેવી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કોંગ્રેસના ચારેય કોર્પોરેટર ગ્રાન્ટમાં જ ચારેયના ખાતામાંથી અઢી-અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

રૂપિયા 10 લાખની ફાળવી ગ્રાન્ટ
રૂપિયા 10 લાખની ફાળવી ગ્રાન્ટ

By

Published : May 12, 2021, 9:05 AM IST

  • કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ આપી સહાય
  • રૂપિયા 10 લાખની ફાળવી ગ્રાન્ટ
  • ગ્રાન્ટ ફાળવવાનો પત્ર વોર્ડના ડેપ્યુટી ઇજનેરને આપ્યો

રાજકોટ:મહાનગરપાલિકાના વોર્ડ નં. 15નાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સોરાણી અને કોમલબેન ભારાઇએ પોતાના વોર્ડના વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી પોતાના જ વોર્ડ નં. 15માં રૂપિયા 10 લાખ પુરી ગ્રાન્ટ ફાળવવાનો પત્ર વોર્ડના ડેપ્યુટી ઇજનેરને આપ્યો છે. તેમજ જણાવ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન સારવાર માટે જરૂરી સામગ્રી આ રૂપિયામાંથી ખરીદી કરીને વિસ્તારવાસીઓને મદદરૂપ થાય.

આ પણ વાંચો: જાગૃત નાગરિકે 2 કરોડ રૂપિયાની કોવિડ ગ્રાન્ટ મામલે મેયર, ભાજપના કોર્પોરેટરને પાઠવ્યું આવેદન પત્ર

4 કોર્પોરેટરોએ અઢી-અઢી લાખ ફાળવ્યા

કોર્પોરેટરોએ વિસ્તારના નાગરીકોને કોરાનાની દવા ઇન્જેક્શનો, ઓક્સિજન વગેરે જરૂરી ટેસ્ટીંગ કિટ જેવી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કોંગ્રેસના ચારેય કોર્પોરેટર ગ્રાન્ટમાં જ ચારેયના ખાતામાંથી અઢી-અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વોર્ડ નં. 15નાં લોકોને જરૂરીયાત મુજબ દવાઓ સહિતની સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તેવા શુભ આશયથી કોંગી કોર્પોરેટરો દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો: લુણાવાડામાં સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાદ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે

વધારે ગ્રાન્ટ ફાળવવાની દર્શાવી તૈયારી

હજી જરૂર જણાશે તો વધારે ગ્રાન્ટ ફાળવવાની પણ પણ કોર્પોરેટરોએ તૈયારી દર્શાવી છે. આ સાથે જ કોર્પોરેટરોએ મનપાના અધિકારીઓને અપીલ પણ કરી છે કે તેમના વોર્ડમાં જ નાના અને ગરીબ લોકોની સેવા-સુવિધામાં જ તેમની ગ્રાન્ટ વાપરવી.

ABOUT THE AUTHOR

...view details