સુરતની કોંગ્રેસ મહિલા કોર્પોરેટર લાંચ પ્રકરણમાં વધુ એક ખુલાસો થયો છે. 2017થી અત્યારસુધીમાં કોંગ્રેસની મહિલા કોર્પોરેટર કપિલા પટેલે સુરત મહાનગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે અનેક અરજીઓ કરી હતી. ઉપરાંત RTIના માધ્યમથી ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે રજૂઆત કરી હતી.
સુરત: કોંગ્રેસ કોર્પોરેટરની 3 વર્ષમાં ગેરકાયદેસર બાંધકામની 27 અરજીઓ આવી સામે - કપિલા પટેલ
સુરત: ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે સમાધાન પેટે 50 હજારની લાંચ લેવાના મામલામાં હજૂ સુધી કોંગ્રેસની મહિલા કોર્પોરેટર ફરાર છે. જેમાં મહિલાના પતિ પણ આ ઘટનામાં આરોપી છે. દરમિયાન પતિ-પત્નીના કેસમાં મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કારણ કે, તેમણે ગેરકાયદેસર બાંધકામને લઈ સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં લોકો પાસે પૈસા વસુલવા માટે 27 જેટલી અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેથી ACBની ટીમ દ્વારા તેમના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી હતી. જેમાં 8થી વધારે મિલકતોના દસ્તાવેજ મળી આવ્યા છે.
કપિલા પટેલ
ગેરકાયદેસર બાંધકામને લઈ કોર્પોરેટર દ્વારા પત્ર લખવામાં આવ્યા હતા. પતિ-પત્ની 2017થી મનપામાં અરજી કરીને પૈસાનો તોડ કરવાનો ગોરખધંધો ચલાવતા હતા.
કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ કરવા માટે ACBની ટીમ એમના નિવાસ સ્થાને પહોંચી, ત્યારે ટીમને 8થી વધારે ગેરકાયદે મિલકતના દસ્તાવેજ હાથ લાગ્યા. જેથી ACBની ટીમે પીડિત લોકોને ફરિયાદ કરવા અંગે અપીલ કરી છે.