- સુરતમાં દેખાઈ દિલ્હી બોર્ડરની અસર
- નિલેશ કુંભાણી પોતે ટ્રેક્ટર ચલાવી ફોર્મ ભરવા પહોંચ્યા
- ખેડૂત પુત્ર હોવાથી લીધો ટ્રે્ક્ટરનો નિર્ણય
સુરત:દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેની અસર સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જોવા મળી છે. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે ટ્રેક્ટર પર બેસીને કલેકટર કચેરી પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પોતે ટ્રેક્ટર ચલાવી પેનલના અન્ય ત્રણ ઉમેદવારોને લઇ કલેકટર કચેરી પહોંચ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા ટ્રેક્ટર પર કલેકટર કચેરી પહોંચ્યા ખેડૂત આંદોલનને સમર્થન આપવા ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો
કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતા. ત્યારે તેમણે અનોખો એક પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના વોર્ડ નંબર 17ના ઉમેદવાર નિલેશ કુંભાણી અન્ય ઉમેદવારો સાથે ટ્રેક્ટર પર બેસીને ચૂંટણી અધિકારીના કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેક્ટરથી આવવા પાછળનું કારણ ખેડૂત આંદોલનને સમર્થન આપવાનું છે, પોતે ખેડૂત પુત્ર હોવાના કારણે તેમણે આ નિર્ણય લીધો હતો.