- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ વિરોધનાં વંટોળ શરૂ
- 30 વોર્ડની 120 બેઠકો પર 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે ચૂંટણી
- વિરોધ થતા ઉમેદવારે કહ્યું, "ઘરનો મામલો છે, બેસીને નિરાકરણ લાવીશું"
સુરતમાં કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાં જ આંતરિક વિરોધ શરૂ - indian national congress
સુરત મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 52 ઉમેદવાર જાહેર કરાયા હતા. જેમાંથી ગત ચૂંટણીમાં જીતેલાનો ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. શહેરના 30 વોર્ડની 120 બેઠક પર ચૂંટણી યોજનાર છે. આમ 120 બેઠક સામે 52 ઉમેદવાર જાહેર કરાતા બીજા રાઉન્ડમાં બાકીના 68 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે પરંતુ ઉમેદવારોની યાદી જાહેર થતા જ વિરોધનો સૂર પણ ઉભો થયો છે.
સુરતનાં વોર્ડ નંબર 17માં કોંગ્રેસે ધીરજ લાઠીયાને ટિકિટ આપતા વિરોધ
સુરત: સુરતમાં કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ઉમેદવારોની યાદી જાહેર થતાં જ વિરોધનો સૂર ઉભો થયો છે. વોર્ડ નંબર 17માં ધીરજ લાઠીયાને ટિકિટ આપવામાં આવી છે. જેને લઇને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.