- મનપાની આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ
- સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે
- લોકો પાણી જન્ય રોગના શિકાર બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું હતું
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ (Corona transition) ઓછુ થતા એક તરફ તંત્ર અને લોકોંએ હાશકારો અનુભવ્યો છે. ત્યાં હવે શહેરમાં પાણીજન્ય રોગનો ભોગ લોકો બની રહ્યાં છે. સુરત (Surat) ના વરાછા હીરાબાગ પાસે આવેલી કેટલીક સોસાયટી અને રામપુરા રામબાગ સહિતના વિસ્તારોમાં ગંદુ પાણી (Dirty water) આવી રહ્યું છે તેવી ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત લોકો પાણીજન્ય રોગ (Waterborne disease) ના શિકાર બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું હતું.
આ પણ વાંચો: પાલનપુરમાં પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી આવતાં મહિલાઓએ કર્યો પાલિકા કચેરીનો ઘેરાવો