ગુજરાત

gujarat

ETV Bharat / city

સપના ચૌધરી સામે સુરતના ઈવેન્ટ ઓર્ગેનાઈઝરો છેતરપિંડીનો આરોપ - લાઈવ કોન્સર્ટ એગ્રીમેન્ટ

સુરત: હરિયાણા, દિલ્હી સહિત દેશભરમાં પોતાના ડાન્સથી પ્રખ્યાત અને ચર્ચિત બનેલી સપના ચૌધરી વિરુદ્ધ શહેરના ઉમરા પોલીસ મથકમાં અરજી થઈ છે. નવરાત્રીના સમયે લાઈવ કોન્સર્ટમાં એગ્રીમેન્ટ થયા બાદ પણ સપના ચૌધરી હાજર રહી નહોતી, જેથી ઇવેન્ટના ઓર્ગેનાઈઝર રાજેશ જૈન દ્વારા ઉમરા પોલીસ મથકમાં સપના ચૌધરી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવાની માગ કરવામાં આવી છે.

સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ મથકમાં ફરિયાદ

By

Published : Oct 20, 2019, 7:40 PM IST

સુરત શહેરમાં આ વર્ષની નવરાત્રી દરમ્યાન સરસાણા કન્વેન્સનલ ડોમ ખાતે તારીખ 29 સપ્ટેમ્બર સી.આર.એન્ટરટેનમેન્ટ તરફથી સપના ચૌધરી લાઈવ પર્ફોમન્સ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ ઇવેન્ટ રાજેશ જૈને ઓર્ગેનાઈઝ કરી હતી. આ કાર્યક્રમમાં હરિયાણાના મશહૂર કલાકારો પૈકી સપના ચૌધરી (ડાન્સર) લાઈવ પર્ફોમન્સ કરવાના હતા. ઉપરાંત બીજા કલાકારોમાં સિંગર કનિકા ચૌધરી અને દાનીશ મોહન પણ મહેમાન બનીને પોતાનું પર્ફોમન્સ આપવાના હતા.

સી.આર. એન્ટરટેનમેન્ટ દ્વાર સમગ્ર ઇવેન્ટ માટે કલાકરોનું બુકિંગ રાજેશભાઈ જૈને કારવ્યું હતું. ઇવેન્ટ પેટે રૂપિયા 75 હજારનું ટોકન અમાઉન્ટ ઓનલાઇન ચુકવવામાં આવ્યું હતું. દરમિયાન 29 સેપ્ટમ્બર ઇવેન્ટ પહેલા તારીખ 11 સપ્ટેમ્બર 2019ના દિવસે રાજેશ જૈન ઉપર નોઈડાથી કલાકારના મેનેજર પવન ચાવલાનો ફોન આવ્યો હતો.

સપના ચૌધરી સામે સુરતના ઈવેન્ટ ઓર્ગેનાઈઝરો છેતરપિંડીનો આરોપ

મેનેજરે રાજેશભાઈને પ્રોગ્રામ કેન્સલ કરવાની ધમકી આપી હતી અને સમગ્ર ઇવેન્ટ કેન્સલ કરવો પડ્યો હતો. સુરતમાં આ કાર્યક્રમ પેટે રાજેશભાઈ જૈનએ સરસાણા કન્વેનશન હોલ, મ્યુઝિક સિસ્ટમ, ઓર્કેસ્ટ્રા પોસ્ટર અને પબ્લિસિટી પેટે 8 લાખ ચૂકવી દીધા હતા.

રાજેશ જૈનએ જણાવ્યું કે, સપનાના કમિટમેન્ટ બાદ તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. પરંતુ બીજા સ્થાને વધુ પેમેન્ટ મળતા સપનાએ કાર્યક્રમમાં આવવા માટે ઈનકાર કરી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details