ગુજરાત

gujarat

ETV Bharat / city

સસ્તા ભાવે પ્લોટ આપવાના બહાને રૂપિયા 25 લાખની છેતરપિંડી - સુરત ન્યૂઝ

નવસારીના જલાલપુર તાલુકાના અરુજન ગામમાં શ્રી સાંઈ વિલાના નામથી પ્લોટીંગ કરી ઘર ખરીદવા ઈચ્છતી મહિલા સહિત 15 જણાને સસ્તા ભાવે પ્લોટ આપવાનો ભરોસો આપી તેઓની પાસેથી ડાઉન પેમેન્ટ ભરવડાવી આવી ટુકડે-ટુકડે રૂપિયા 25.35 લાખ લઈને છેતરપિંડી કરનાર સનરાઈઝ ગ્રૂપ ઓફ કંપની તેમજ દલાલ સહિત પાંચ ઠગબાજો વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

છેતરપિંડી કરનાર બિલ્ડર સામે ફરિયાદ
છેતરપિંડી કરનાર બિલ્ડર સામે ફરિયાદ

By

Published : Feb 15, 2021, 1:27 PM IST

  • પ્લોટના નામે કુલ રૂપિયા 25.35 લાખ પડાવી લીધા
  • 15 વ્યક્તિઓ બન્યા છેતરપિંડીનો ભોગ
  • પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

સુરત: મૂળ મહારાષ્ટ્રના અમલનેરના ગાનલી પિરોદા ગામના વતની અને હાલ રાંદેર હિતેન્દ્ર નગર હનુમાન ટેકરીમાં રહેતા કલ્પના સુખદેવ મોરેને 2013માં નવસારીના જલાલપોરમાં ઉંજણ ગામના શ્રી સાંઈ વિલા નામની સોસાયટીમાં પ્લોટ વિસ્તાર લીધા હોવાની વાત કરતાં કલ્પનાબેન સહિત સગા સંબંધીઓ અને પરિચિત મળી કુલ 15 વ્યક્તિએ સનરાઈઝ ગ્રૂપ ઓફ કંપનીમાં બેસતા યોગેશ ચંદ્રપાલ, અજીત ચંદ્રપાલ, દલાલ અનિલ પાટીલ, પ્રફુલ ગોરધન વસાવા અને સુદામો મોરે ભેગા મળીને ઘર ખરીદવા ઇચ્છતા કલ્પના મોરે સહિત 15 વ્યક્તિઓ પાસે ડાઉન પેમેન્ટ કરાવી તેની પહોંચ બનાવી હતી.

પ્લોટનો કબ્જો નહીં મળતા પોલીસ ફરિયાદ

ટુકડે-ટુકડે તમામ લોકો પાસેથી પ્લોટના નામે કુલ રૂપિયા 25.35 લાખ લઈ લીધા બાદ પ્લોટીંગ કર્યું ન હતું. 6 વર્ષથી વધુનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ પ્લોટનો કબ્જો નહીં મળતા આ મામલે કલ્પના મોરે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details