ગુજરાત

gujarat

સુરતના કામરેજમાં આદિવાસી સંમેલનમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા 4 લોકો સામે ફરિયાદ

By

Published : Feb 5, 2021, 2:09 PM IST

સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના જાત ભરથાણા ગામમાં આદિવાસી સમાજનું જનજાગૃતિ સંમેલન યોજાયું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પોલીસે આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચારેય આયોજકો સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.

આદિવાસી જનજાગૃતિ સંમેલનના ચારેય આયોજકો સામે પોલીસે ગુનો નોંધ્યો
આદિવાસી જનજાગૃતિ સંમેલનના ચારેય આયોજકો સામે પોલીસે ગુનો નોંધ્યો

  • સુરતના કામરેજમાં આદિવાસી સંમેલનમાં કોરોના ગાઈડલાઈનનું થયું ઉલ્લંધન
  • આદિવાસી જનજાગૃતિ સંમેલનના ચારેય આયોજકો સામે પોલીસે ગુન્હો નોંધ્યો
  • સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું અને લોકો માસ્ક વગર દેખાયા હતાં

બારડોલીઃ કામરેજ તાલુકાના જાત ભરથાણા ગામમાં બુધવારે ભીલીસ્તાન ટાઈગર સેના દ્વારા આદિવાસી જન જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોવિડ-19ના નિયમોનું પાલન ન થયું હોવાથી પોલીસે ચાર આયોજકો સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.

સંમેલનમાં 100થી 200 વ્યક્તિ હાજર રહ્યા હતાં

જાત ભરથાણા ગામમાં ભીલીસ્તાન સેનાના કામરેજ તાલુકાના પ્રમુખ મનીષ સતીષ ઝાલૈયા , જયેશ રામજી વસાવા , નીલેશ રાજુ રાઠોડ અને કાળુ નગીન રાઠોડે બુધવારે આદિવાસી સમાજના જન જાગૃતિ સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં 100થી 200 લોકોની ભીડ એકત્રિત થઈ હતી.

કાર્યક્રમની પરવાનગી લેવામાં આવી ન હતી

આ કાર્યક્રમની કોઈ પણ સક્ષમ અધિકારી કે પોલીસ વિભાગની પરવાનગી પણ લેવામાં આવી નહતી. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. બીજી તરફ સંમલેનમાં કોઈએ માસ્ક પણ પહેર્યું નહતું.

પોલીસને જાણ થતા કરવામાં આવી કાર્યવાહી

અહીં લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવું કૃત્ય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ કામરેજ પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. અહીં કોરોના ગાઈડલાઈનનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details