ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં PI સહિત 11 સામે ફરિયાદ - સુરત પોલીસ

સુરત જિલ્લાના પાટીદાર અગ્રણીના આત્મહત્યા કેસમાં સુરતના રાંદેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ETV BHARAT
દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં PI સહિત 11 સામે ફરિયાદ

By

Published : Sep 9, 2020, 3:12 AM IST

સુરતઃ શહેરના અડાજણની એક જમીન વિવાદમાં પાટીદાર અગ્રણી દુર્લભ પટેલે આત્મહત્યા કરી છે. દુર્લભ પટેલે ક્વોરીની ખીણમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલ માંડવી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં દુર્લભ પટેલની સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં PI સહિત 11 સામે ફરિયાદ

મળતી માહિતી પ્રમાણે દુર્લભ પટેલે પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મિટર જમીનની 17 માર્ચ 2014ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોર કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીન અંગે જમીન લેનાર વ્યક્તિને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી. આ તમામ કેસ ઉકેલાયા બાદ જાન્યુઆરી 2020માં રાંદેર પોલીસ સ્ટેશનના PIએ દુર્લભભાઈ તેમજ તેમના દિકરાને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ કરી જમીન બાબતે દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું.

જમીન મામલે જબસદસ્તી લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા નહોતા. આ ઉપરાંત તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. જેથી દુર્લભ પટેલે આ તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું.

મૃતકના દિકરાએ આપેલી ફરિયાદ પ્રમાણે આ મામલે તે તેમના પિતા સાથે પોલીસ કમિશ્નરને અરજી આપવા જવાના હતા. જો કે, પિતાએ એ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે રાંદેરના PI દ્વારા તેમના પિતાને અનેક વખત ધાક-ધમકી મળી હતી.

ABOUT THE AUTHOR

...view details