- તૌકતે વાવાઝોડાને લઈ રાજ્યભરમાં એલર્ટ
- વીજળી જવાના કારણે કોરોનાના દર્દીને કોઈ સમસ્યા ન ઉદ્ભવે તેની લેવાઈ રહી છે કાળજી
- કમિશ્નર બંછા નિધી પાનીએ DGVCLના અધિકારીઓ સાથે યોજી બેઠક
સુરત:તૌકતે વાવાઝોડાને લઈ રાજ્યભરમાં એલર્ટ કરવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે કોરોનાના દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન થાય તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા DGVCL કંપનીને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જેથી વાવાઝોડાની અસરના કારણે કોઈ પણ પ્રકારની વીજળીની સમસ્યા હોસ્પિટલોમાં ન થાય.
કમિશ્નર બંછા નિધી પાનીએ DGVCLના અધિકારીઓ સાથે યોજી બેઠક આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર સિગ્નલ 1 લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાત પર તૌકતે વાવાઝોડા ત્રાટકવવાની આગાહી
વાવાઝોડામાં ભારે પવનના કારણે વીજળીના થાંભલા અને વૃક્ષો પડી જતાં હોય છે. વીજળી જવાની પણ સમસ્યા ઉદભવતી હોય છે. ગુજરાત પર તૌકતે વાવાઝોડા ત્રાટકવવાની આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાએ વીજ કંપનીને એલર્ટ કરી દીધું છે.
800થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સાથે સુરત મહાનગરપાલિકાએ સંપર્ક કરી કોઈ પણ પ્રકારે વીજળીની સમસ્યા ઉત્પન્ન ન થાય આ માટે અગાઉથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં હાલ પણ 800થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જેમાંથી શહેરમાં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાના 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. 100થી વધુ વાયપેપ પર અને 200થી વધુ ઓક્સિજન પર છે. વીજળી જવાના કારણે આ લોકોને સમસ્યા ન થાય આ માટે તમામ તકેદારી લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો:તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા અમે સજ્જ છીએ: વલસાડ જિલ્લા કલેક્ટર
DGVCLના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
વાવાઝોડા અંગે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, એલર્ટને પગલે DGVCLના અધિકારીઓ સાથે બેઠક યોજી વીજળીની સમસ્યા ન થાય આ માટે ની વાત થઇ છે. આ સાથે હોર્ડિંગ્સ અને વૃક્ષ ટ્રીમિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે. સુરત ડુમસ બીચ લોકોના અવર-જવર માટે બંધ કરી દેવાયા છે.