- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP પ્રથમવાર મેદાને ઉતર્યુ હતું
- AAPને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ક્યાંય એકપણ સીટ નહી
- સુરતમાં 27 સીટો સાથે સત્તાવાર વિરોધપક્ષની ફરજ બજાવશે
ગુજરાતના લોકોને અમારો દિલથી ખૂબ-ખૂબ આભારઃ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ - અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત
સામાન્ય રીતે ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન હોતું નથી. પરંતુ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ઊંધુ જ થયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક તરફ જ્યાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યાં બીજી તરફ આપે એટલે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. જેથી ગદગદ થયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત ની પ્રજાનો ગુજરાતીમાં આભાર વ્યક્ત કરતો વીડિયો અપલોડ કર્યો છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં પ્રજાનો આભાર વ્યક્ત કરતો વિડીયો શેર કર્યો
સુરત: આજથી એક મહિના પહેલાં સુધી જે પક્ષનું સુરત શહેરમાં ખાસ કંઈ અસ્તિત્વ જ ન હતું, તેવા AAPએ સુરત મ.ન.પા.ની ચૂંટણીના પરિણામથી તમામને ચોંકાવી દીધા છે. સુરતમાં AAP કોંગ્રેસના મત કાપશે અને ભાજપને ફાયદો કરાવશે તેવી ગણતરી મૂકવામાં આવતી હતી. પરંતુ AAPએ ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટ કાપ્યા છે.