ગુજરાત

gujarat

ETV Bharat / city

ધારાસભ્ય સંગીતા પાટીલે CMને લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી - Article 144

સુરત : લિંબયાતના ધારાસભ્ય સંગીતા પાટીલે મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરીને લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી. આ મુદ્દે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને પણ અશાંત ધારો લાગુ કરવા અંગેનો પરિપત્ર આપ્યો હતો.

Article 144 in surat

By

Published : Jul 26, 2019, 9:39 PM IST

સંગીતા પાટીલના જણાવ્યાનુસાર લિંબાયત વિસ્તારમાં 85થી 90 હજાર મુસ્લિમ ભાઇ-બહેનો રહેવાસ કરે છે. 1 લાખ 70 હજાર હિન્દુ ભાઇ-બહેનો વસવાટ કરે છે. આ વિસ્તારમાં મુસ્લિમ ભાઇએ દ્વારા હિન્દુ ઓના મકાન ખરીદવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે હિન્દુ ભાઇ-બહેનો સ્થળાંતર કરી રહ્યા છે. મુસ્લિમ ભાઇઓ એક મકાન ખરીદ્યા બાદ આખી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં કબ્જો કરી લે છે. તેઓ ગ્રાઉન્ડ ફ્લોર અથવા તો એકમાળનું મકાન લીધા પછી ઉપરનાં માળ ગેરકાયદેસર બાંધી દે છે.

ધારાસભ્ય સંગીતા પાટીલે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી

ઉલ્લેખનીય છે કે, લિંબાયતમાં વારંવાર કોમી હુલ્લડો,થતા હોવાથી લિંબાયત વિસ્તારમાં આવતા લિંબાયત પોલિસ સ્ટેશન વિસ્તાર, ડીંડોલી પોલિસ સ્ટેશન વિસ્તાર, ઉધના પોલિસ સ્ટેશન વિસ્તાર, સલાબતપુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો હિન્દુ ભાઇ-બહેનોએ સ્થળાંતર ન કરવું પડે.

ABOUT THE AUTHOR

...view details