ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી શાળાઓમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ, વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી - schools reopen in surat

કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદથી શિક્ષણકાર્ય સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી પરિસ્થિતિ સુધરતા તબક્કાવાર શાળાઓ ખોલવામાં આવી રહી છે. ત્યારે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન સાથે સુરતની શાળાઓમાં ધો.6 અને 8નાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

આજથી શાળાઓમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ
આજથી શાળાઓમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ

By

Published : Feb 18, 2021, 12:17 PM IST

  • કોરોનાને કારણે 11 મહિનાથી શાળા-કોલેજો બંધ હતી
  • કોરોના બાદ તબક્કાવાર શાળા-કોલેજો ખોલવામાં આવી રહી છે
  • શરૂઆતનાં દિવસોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી


સુરત: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઇન પ્રમાણે આજથી રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થઇ ગયા છે તેજ રીતે સુરતમાં પણ આવેલ એક ખાનગી શાળામાં આજે ગુરુવારથી સવારે ધોરણ 6 અને 8ના વિદ્યાર્થીઓનું આગમન થયું હતું. સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલ દ્વારા મોકલવામાં આવેલા સંમતિ પત્રક લઈને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપી, ઓક્સિમીટરથી ઓક્સિજન માપીને હાથ સૅનેટાઇઝ કરીને વર્ગોમાં જવા દેવામાં આવ્યા હતા.

11 મહિના બાદ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આજથી એટલે કે, ગુરૂવારથી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. ત્યારે આજે સુરતની એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓ હસતા મોઢે પ્રવેશતા જોવા મળ્યા હતા. સાથે સાથે સ્કૂલમાં આવતા જ વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં આવેલી મા શારદાની પ્રતિમા પાસે જઈને પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, આજથી અમારી સ્કૂલો ચાલુ થઇ ગઈ છે એટલે હું ઈશ્વરનો આભાર માનું છું.

આજથી શાળાઓમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ


વિદ્યાર્થીઓ પાસેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવુ અઘરું છે

11 મહિના ઘરે રહ્યા બાદ ગુરુવારે ધોરણ 6 અને 8ના વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા છે. 11 મહિના બાદ તેઓ પોતાના મિત્રોને મળશે પણ કોરોના હજુ સુધી ગયો નથી. તો હવે સ્કૂલો દ્વારા કઈ રીતે વિદ્યાર્થીઓને સલામત રખાશે? વિદ્યાર્થીઓ આટલા સમય પછી સ્કૂલમાં જતા હોવાથી તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કઈ રીતે કરશે? તેવો પ્રશ્ન પણ ઉભો થયો છે. સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં ઝીગ-ઝેગની જેમ બેસાડવામાં આવી રહ્યા છે. હાલ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details