સુરત : એરપોર્ટ ખાતે ઘણા સમયથી સીઆઈએસએફની માંગ કર્યા બાદ મળેલી મંજૂરી પછી પણ ચાર્જ આપવામાં આવ્યો ન હતો. પરંતુ આખરે આજથી સીઆઇએસએફ એરપોર્ટ સુરક્ષાનો (CISF Deployment At Surat Airport )ચાર્જ સંભાળી લીધો છે.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વધુ ફ્લાઇટની કનેક્ટિવિટી મળી રહેશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્ટાફ એલોટ થયો
સુરતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કસ્ટમર નોટિફાઇડ એરપોર્ટ જાહેર થતાંની સાથે જ સીઆઇએસએફ સિક્યુરિટીની માંગ કરવામાં આવી રહી હતી. કેન્દ્ર સરકારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને સોંપવાનો નિર્ણય (Surat Airport Security Agency) લેવા સાથે કયા પ્રકારની સુવિધા આપી શકાય તે બાબતો સર્વે કરવા સૂચન કર્યું હતું. જે સર્વે બાદ આપેલી માહિતીના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જરૂરિયાત મુજબ સ્ટાફ અને તેમનું કામ તેમજ રહેવાની વ્યવસ્થા અંગે નિર્ણય (CISF Deployment At Surat Airport ) કરવામાં આવ્યા હતાં.
100 ટકા ફેમિલી સાથે રહેવાની વ્યવસ્થા
આજથી સુરત એરપોર્ટ પર કુલ 360 સીઆઈએસએફ પુરુષ અને મહિલા સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. સીઆઈએસએફની સુરક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. તેની સાથે જ કેટલાક શરતોનું પાલન એરપોર્ટ ઓથોરિટી (Surat Airport Security Agency) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં સીઆઇએસએફ જવાનો માટે 100 ટકા ફેમિલી સાથે રહેવાની વ્યવસ્થા સીઆઇએસએફ અને સુરત એરપોર્ટ સાથેના ધારણાપત્રમાં હસ્તાક્ષર જેવી શરતોનું પાલન (CISF Deployment At Surat Airport )કરવામાં આવેલું છે.
આ પણ વાંચોઃ જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરત એરપોર્ટ વિસ્તરણ માટે રૂપાણી સરકાર પાસે 96 હેકટર અને 2100 હેકટર જગ્યાની માંગણી કરી
વધુ કનેક્ટિવિટી મળી રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સુરક્ષા દરમિયાન અનેક વખત સ્થાનિક નેતા હોય કે અધિકારીઓ નેતાની સાથે જ અંદર પણ ઘૂસી આવતા હતાં. તેવા સમયે એરપોર્ટ સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. પરંતુ હવે સીઆઇએસએફ એરપોર્ટ સુરક્ષા જવાબદારી સંભાળી લેશે. આજે સુરત એરપોર્ટ ખાતે સીઆઈએસએફના જવાનોએ જ્યારે જવાબદારી (CISF Deployment At Surat Airport ) સંભાળી ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil At Surat Airport ) સહિત એરપોર્ટના અધિકારીઓ હાજર રહ્યા હતાં. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વધુ ફ્લાઇટની કનેક્ટિવિટી મળી રહેશે. કારણ કે હવે સીઆઈએસએફના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધો છે. વર્ષો સુધી સુરત પોલીસે એરપોર્ટ સુરક્ષા સંભાળી હતી. જે માટે તેઓએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા CISFના જવાનોના હવાલે, ઇન્ડક્સન સેરેમની યોજાઈ