- સુરતમાં બ્રાન્ડેડ કંપનીનું નકલી કાપડ વેચનારાને CID ટીમે ઝડપી પાડ્યા
- વરાછા વિસ્તારમાં CIDની ટીમે રેડ કરી 12 લોકોને ઝડપી પાડ્યા
- 1 કરોડ 9 લાખ રૂપિયાનું રેડિમેટ કાપડ જપ્ત કર્યું
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં વેપારીઓ તેલંગાણાથી કાપડ મંગાવી બ્રાન્ડેડ કંપનીનો લોગો લગાવતા હતા. ત્યારબાદ ડિઝાઈનનો ઉપયોગ કરી અને પેકિંગ સહિત ડુપ્લિકેટ ટી-શર્ટ-ટ્રેક અને શર્ટનું વેચાણ કરનારાને CIDએ ઝડપી પાડ્યા છે.
સુરતમાં CID ક્રાઈમે રેડ કરી ડુપ્લીકેટ કમ્પનીનો કાપડ વહેંચનારાને ઝડપી પાડ્યા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ કાપડ વેચી રહ્યા હતા
આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો બ્રાન્ડેડ કાપડની ખરીદી કરતા હોય છે. પરંતુ સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ કમ્પનીનું કાપડ વેચનારાને ત્યાં CID ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં ગાંધીનગર CID દ્વારા રેડ કરાઈ હતી. વરાછા વિસ્તારમાં ટી શર્ટ, શર્ટનો બ્રાન્ડેડ કંપનીના નામે વેંચતા હતા. CID ક્રાઇમે રેડ કરી 1 કરોડ 9 લાખ થી વધુના ટી શર્ટ, શર્ટ અને શોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. એડીડાસ, સિકે, રીબોક કોની કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેંચતા હતા. વરાછામાં એક કોમ્પ્લેક્ષના ગોડાઉનમાંથી 12 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરતમાં CID ક્રાઈમે રેડ કરી ડુપ્લીકેટ કમ્પનીનો કાપડ વહેંચનારાને ઝડપી પાડ્યા તેલંગાણાથી મંગાવતા હતા કાપડ
વરાછા તાપી આર્કેડમાં ત્રીજા માળે ગોડાઉનમાં બ્રાન્ડેડ કમ્પનીના નામે કાપડનો વેચાણ આ લોકો કરતા હતા. આ કાપડ તેલંગાણાથી મંગાવતા હતા. સ્ટાન્ડર્ડ કંપનીઓ જેવા જ લોગો તથા ડિઝાઈન તેમજ પેકિંગ કરી લોકોને વેંચતા હતા. CID ટીમે ડુપ્લીકેટ કપડાનો 1.09 કરોડનો બનાવટી જથ્થો તથા રોકડા રૂપિયા 11.51 લાખ અને પેકિંગ કરવાના સાધનો, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ મળી કુલ 1.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.