ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં સતત અંતિમવિધિ કરવામાં આવતા ચીમની તૂટી

સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત આવેલા કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં ચીમની તૂટી પડી છે. સતત અંતિમવિધિ કરવામાં આવતા ચીમનીઓ પીગળી ગયી હતી અને આજે મંગળવારે આખરે તૂટી પડી છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

કુરુક્ષેત્ર સ્મશાન
કુરુક્ષેત્ર સ્મશાન

By

Published : Apr 27, 2021, 8:08 PM IST

  • કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં ચીમની તૂટી
  • સતત અંતિમવિધિ કરવામાં આવતા ચીમનીઓ પીગળી ગયી હતી
  • સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી

સુરતઃ શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો બીજી તરફ સુરત શહેરમાં સરકારી ચોપડે 20થી 25 લોકોના જ મૃત્યુ કોરોનાના કારણે થયા હોવાનું બતાવવામાં આવે છે. સુરતના સ્મશાન ગૃહમાં હાલમાં 24 કલાક અંતિમવિધિ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા સ્મશાનમાં વેઈટીગની સ્થિતિ પણ જોવા મળી રહી હતી. ત્યારે સતત થઇ રહેલી અંતિમવિધિને લઈને જહાંગીરપુરા સ્થિત આવેલા કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં ચીમની તૂટી પડી છે. સતત અંતિમવિધિ કરવામાં આવતા ચીમનીઓ પીગળી ગયી હતી.

કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે 24 કલાક સ્મશાન કાર્યરત, ચીમની પીગળી રહી હોવાની શંકા

ચાલુ અંતિમવિધિ દરમિયાન બની હતી ઘટના

સુરતમાં કોરોનાના કેસની સાથે મોતનો પણ કહેર જોવા મળી રહ્યો છે તેની આ ઘટના સાક્ષી છે. સરકારી ચોપડે ભલે માત્ર 20થી 25 જ લોકોના મોત દર્શવાતા હોય પણ સ્મશાનગૃહમાં 24 કલાક અંતિમવિધિ થઇ રહી છે. સુરતમાં નવા સ્મશાનો પણ ચાલુ કરવાની નોબત આવી છે. આજે મંગળવારે કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં અંતિમ વિધિ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ચીમની પીગળી ગયી હતી અને ધડાકાભેર તૂટી પડી હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આ ઘટના બનતા અફરાતફરી મચી હતી.

કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ

આ પણ વાંચોઃ સિદ્ધપુર મુક્તિધામમાં મૃતદેહોની સંખ્યા સતત વધતા તમામ ભઠ્ઠીઓ પીગળી

કોવિડની ગાઈડલાઈન પ્રમાણે કરાઈ રહી છે અંતિમવિધિ

સુરતના સ્મશાનોમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમવિધિ કરવામાં આવી રહી છે. જેમાં મૃતદેહોને ગેસની ભઠ્ઠીમાં મુકીને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. સતત ગેસની ભઠ્ઠી ચાલુ રહેતા હવે ચીમનીઓ પીગળવા લાગી છે.

ABOUT THE AUTHOR

...view details